અમદાવાદ હીરાવાડી વિસ્તારમાં આગની ઘટના, વાયુવેગે પ્રસરે એ પહેલા 1 કલાક પાણીનો મારો ચલાવ્યો, 2 લોકો ફસાયા હતા

અમદાવાદના પૂર્વ વિસ્તાકમાં હીરાવાડી અવધ એસ્ટેટમાં આગ લાગી હતી. ફાયર દ્વારા પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન કરાયો હતો. જો કે, આ ફેક્ટરીમાં બે લોકો પણ ફસાયા હતા. આગ લાગવાનું કારણ હજુ સુધી અકબંધ છે. 

આગ લાગવાની ઘટનાઓ સતત બની રહી છે ત્યારે અમદાવાદમાં આ પ્રકારની ઘટના બે મહિના ત્રીજીવાર બની છે. હીરાવાડી વિસ્તારમાં દાણા અને રબ્બરના ગલવ્ઝ બનાવતી ફેક્ટીમાં આ આગની ઘટના વહેલી સવારે બનતા. દોડધામ મચી જવા પામી હતી. કેમ કે, ફેક્ટરીની અંદર બે કારીગરો પહેલાથી જ હતા. ત્યારે તત્કાલીક ત્યાંથી ફાયરને જાણ કરાઈ હતી. તાબડતોડ ફાયરની વિવિધ ગાડીઓ ત્યાં પહોંચી અને પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. આગ પર કાબુ મેળવી અંદર ફસાયેલા બે કારીગરોને  સહી સલામત ફાયરના જવાનો દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા. આગ કેવી રીતે લાગી તેનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી પરંતુ આ આગની ઘટના શોર્ટ સર્કીટથી લાગી હોઈ શકે છે. જો કે, સમયસર ફાયરની ટીમ ત્યાં પહોંચતા જાનહાની ટળી હતી. 

પ્રાપ્ત થતી વિગતો અનુસાર ફેક્ટરીના ત્રીજા માળેથી આગ લાગવાની ઘટના બની હતી. પ્લાસ્ટીકનું મટીરીયરલ હોવાથી વાયુવેગે આગ પ્રસરી હતી. આગ વધુ વિકરાળચ બને એ પહેલા જ ફાયરની ટીમ દ્વારા સતત એકથી સલા કલાક સુધી પાણીનો મારો ચલાવાયો હતો ત્યાર બાદ કુલિંગની પ્રક્રીયા પાણીનો મારો ચલાવાયા બાદ કરાતા સિચ્યુએશનને કાબુમાં લેવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *