FESTIVAL : અમદાવાદ ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન ફિલ્મ ફેસ્ટિવલ (AICFF)ની પાંચમી આવૃત્તિ આ વર્ષે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશનમાં 8, 9 અને 10 ડિસેમ્બરે યોજાશે. અમદાવાદ ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન ફિલ્મ ફેસ્ટિવલનો મૂળ હેતુ વિશ્વભરનાં બાળકો અને યુવાનોની પ્રતિભા, સર્જનાત્મકતા અને સંસ્કૃતિને સશક્ત બનાવવાનો છે. AICFF દરેક યુવાનોને તેમની વાર્તા કહેવા માટે એક મંચ પૂરું પાડે છે.
FESTIVAL : ગુજરાત ટુરિઝમ જે રાજ્યમાં હંમેશા સિનેમેટિક ટુરિઝમ તથા સાંસ્કૃતિક આયોજનને પ્રોત્સાહન આપે છે. ગુજરાત ટુરિઝમ આ ફેસ્ટિવમાં જોડાયું છે. AICFF એક વાર્ષિક ઇવેન્ટ છે, જે આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ ફોર્મેટ પર આધારિત છે, આ ફેસ્ટિવલ ત્રણ દિવસ માટે અલગ-અલગ પ્રવૃતિઓ સાથે યોજાશે. અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશનમાં 8મી ડિસેમ્બરે ઓપનિંગ દિવસથી શરૂ કરીને ઓપનિંગ ફિલ્મ, રેડ કાર્પેટ સાથે ઓપનિંગ સેરેમની યોજાશે. બીજા દિવસે વિવિધ દેશોની ફિલ્મો પ્રદર્શિત કરવામાં આવશે, જેમાં માસ્ટર ક્લાસ, ફિલ્મ નિર્માતાઓ, દિગ્દર્શકો, અભિનેતાઓ, લેખકો અને દુનિયાભરના ફિલ્મના સર્જકો મોટી સંખ્યામાં હાજરી આપશે. ત્રીજો દિવસ કલોઝિંગ ફિલ્મ, એવોર્ડ નાઇટ અને સમાપન સમારોહ સાથે પૂર્ણ થશે. આ ફેસ્ટિવલ એક સ્પર્ધાના ફોર્મેટમાં છે તેથી છેલ્લા દિવસે દુનિયાભરની પ્રતિભાઓને એવોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવશે.
Ahmedabad International Children’s Film Festival at AMA from tomorrow
FESTIVAL : ઓપનિંગ દિવસ ઉપર ઈરાનની પર્શિયન ભાષાની ફિલ્મ ‘બાલિટ’’ તથા અને છેલ્લા દિવસે ગુજરાતી ભાષાની ફિલ્મ ‘મારા પપ્પા સુપરહીરો’ દર્શાવવામાં આવશે. છે. આ ફેસ્ટિવલના મુખ્ય અતિથિ તરીકે બોલિવૂડ અભિનેતા પવન મલ્હોત્રા સાથે જાપાની ફિલ્મ નિર્દેશક ફૂમી નિશિકાવા જાપાનથી આવીને આ ફેસ્ટિવલમાં જોડાશે. આ સાથે માસ્ટર મંજુનાથ (માલગુડી ડેઝ), શિલાદિત્ય બોરા, પંકજ રોય, અજિતપાલ સિંહ, વિશેષ અગ્રવાલ જેવા નામી હસ્તીઓ પણ હાજરી આપશે.
FESTIVAL : આ વર્ષે ફેસ્ટિવલમાં ઈરાન, ઈટલી, ભારત, તુર્કી, ચીન, ક્રોએશિયા, યુનાઈટેડ સ્ટેટ્સ, રશિયન ફેડરેશન, યુનાઈટેડ કિંગડમ, યુક્રેન, તાઈવાન, સ્વિત્ઝર્લેન્ડ, સિંગાપોર, નોર્વે, નેપાળ, જાપાન, આયર્લેન્ડ, જર્મની, ચેક રિપબ્લિક, કેનેડા, કોલંબિયા, બ્રાઝિલ, રિપબ્લિક ઓફ કોરિયા અને ઓસ્ટ્રેલિયા સહિત 24 દેશોમાંથી 90થી વધુ ફિલ્મો પ્રાપ્ત થઈ છે.