AAP દ્વારા ચૂંટણી પ્રચાર અને જન સંવાદને વેગ અપાયું
Aap : ક્ચ્છ ના પેરીસ સમા મુંદ્રા ખાતે આમ આદમી પાર્ટી માંડવી-મુંદ્રા વિધાનસભા ના ઉમેદવાર કૈલાસદાનજી ગઢવી નો પ્રચાર ડોર ટુ ડોર અને જન સંવાદ નો શુભારંભ કરવામાં આવ્યો હતો.
મુંદ્રા ની મુખ્ય બઝારો માં વ્યાપારીઓ સાથે નાના ફેરિયા ઓ ને આપ ની વિચાર ધારા સમાજવી અને ગેરંટી કાર્ડ આપી આપ (AAP) માં જોડાવા આહવાન કાર્યકરો દ્વારા કરાયું હતું.
મુંદ્રા વોર્ડ નંબર 4 અને 5 માં ડોર ટુ ડોર ફરી ગેરંટી આપી આપ ની વિચારધારા લોકો સુધી પહોંચડાઇ હતી મુંદ્રા શહેર ના યુવાનો સહિત લોકો આમ આદમી પાર્ટી (AAP) માં જોડ્યા હતા
આમ લોકો ના મુખ્ય મુદા ગટર અને સાફ સફાઈ ની લોકો ની રજુઆત પણ કાર્યકરો એ સાંભળી હતી.
ખારવા ચોક મધ્યે અરવિંદ કેજરીવાલ ની માહિતી પ્રોજેક્ટર પર લોકોએ નિહાળી હતી. સાથે જન સંવાદ પણ યોજ્યો હતો લોકો પરિવર્તન ઇચ્છિ રહ્યા છે આ વખતે ઈમાનદાર આમ આદમી પાર્ટી (AAP) ની ગુજરાત માં સરકાર બનાવવા માટે ની તૈયારી માં લોકો સ્વંયભુ જોડાઈ રહ્યા છે તેવો વિજય વિશ્વાસ કચ્છ લોક સભા ના સચિવ સંજય બાપટે વ્યક્ત કર્યો હતો.
આ ડોર ટુ ડોર પ્રચાર માં કચ્છ લોકસભા સચિવ સંજય બાપટ,માંડવી વિધાનસભા સંગઠન મંત્રી મજીદ સમા, સહ સંગઠન મંત્રી, પ્રશાંત રાજગોર,સતીશ રાવલ,મનોજ કેશવાની,મેહુલ ગોર,વિજેન્દ્રસિંહ જાડેજા,અતુલ ગઢવી ,અમિત રાજપૂત,નિલેશ માલમ, શંકર માલમ સહિત ના આગેવાનોએ સાથે અગ્રણીઓ જોડ્યા હતા.
AAP : મુંદ્રા ના ધ્રબ ગામે કૈલાસદાનજી ગઢવી ને ગ્રામજનો એ આવકાર્યા
ધ્રબ ગામે કૈલાસદાનજી ગઢવી ની ઉપસ્થિતિ માં જન સંવાદ કરાયો હતો કૈલાસદાનજી ગઢવી એ આપ (AAP) ની સરકાર એ આમ આદમી (AAP)ની સરકાર બનવા જઈ રહી છે.તેવો વિજય વિશ્વાસ વ્યક્ત કર્યો હતો સાથો સાથ (AAP) આપ ની ગેરંટી અને આમ આદમી ની બનુયાદી જરૂરતો ની વાત કરતા ધારાસભ્ય તરીકે મળવાનો પોતાનો પગાર લોક ઉપયોગી કર્યો માં વાપરવાની વાત કરી હતી. ધ્રબ ગામ ની ખારેક વિશ્વ પ્રસિધ્ધ છે.ત્યારે હજુ એ વધુ ને વધુ ખેડૂતો ને ઉપયોગી નિયમો બનાવી ખારેક ના ઉત્પાદન ને વધારી શકે તેવી સગવડો આપ ની સરકાર બને તો આપવાની વાત કરી હતી. ધ્રબ ગામ ના 20 આગેવાનો ને કૈલાસદાનજી ગઢવી દ્વારા ખેસ પહેરાવી આપ માં પ્રેવસ આપ્યો હતો. આ તકે બહોળી સંખ્યા માં ધ્રબ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.