આમ આદમી પાર્ટી (AAP) મુંદરા તાલુકા શહેર ના હોદેદારો દ્વારા વિવિધ સમસ્યાઓ ની રજુઆત તાલુકા વિકાસ અધિકારીને કરવા માં આવી
આમ આદમી પાર્ટી (AAP) પશ્ચિમ કચ્છ જીલ્લા પ્રમુખ સંજય બાપટ,પ.ક જીલ્લા મંત્રી ગાંગજીભાઈ મહેશ્વરી, પ.ક જીલ્લા ઉપાધ્યક્ષ કુલદીપસિંહ જાડેજા, પ.ક જીલ્લા શહ મંત્રી હરેશગર ગોસ્વામી ,મજીદભાઈ સમાં ની આગેવાની માં મુંદરા તાલુકા ના મોટા કપાયા ગટર ની સમસ્યા, નાના કપાયા તળાવ ના દબાણ તેમજ લાખાપર ગામ ની ગૌચર દબાણ ની સમસ્યા ની રજુઆત કરી હતી
મંગરા ગામ માં ગટર રોડ સ્કૂલ ની વર્ષો જૂની સમસ્યાઓ દૂર કરવા માટે શહેર પ્રમુખ ભરતભાઇ ધેડા,એ રજુઆત કરતા જણાવ્યું હતું કે છેલ્લા 15 વર્ષ થી રજૂઆતો કરીયે છીયે છતાં આજ દિવસ સુધી સમસ્યાઓ નો હલ થયો નથી ગજેન્દ્ર ચૌહાણ,મનોજભાઈ કેસવાણી, અસગરખાન પઠાણ સહિત ના અગ્રણીયો હાજર રહ્યા હતા