વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આખાય સૌરાષ્ટ્રમાં જામકંડોરણામાં જ સભા યોજવાનું નક્કી કર્યું, 25 બેઠકો પર કરશે અસર તેમનો આ પ્રવાસ, આ છે રાજકીય કારણો

કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડવાનો બીજેપીનો સૌરાષ્ટ્રમાં પ્રયાસ રહ્યો છે. ત્યારે પીએમનો આ પ્રવાસ એક જ સભામાં 25 સીટો પર અસર કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસનો આજે ત્રીજો અને અંતિમ દિવસ છે. ત્યારે ત્રીજા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સૌરાષ્ટ્રમાં પ્રવાસ જામકંડોરણા ખાતે યોજાઈ રહ્યો છે. તેમની મહત્વપૂર્ણ સભા આજે જામકંડોરણા કે જે સૌરાષ્ટ્રનું પોલિટીકલટ ક્ષેત્રનું કેન્દ્રબિંદુ કહી શકાય છે. તેના મહત્વપૂર્ણ કારણો છે.

સૌરાષ્ટ્રના પોલિટીકલ એપિસેન્ટરમાં વડાપ્રધાને શંખનાદ ચૂંટણી પહેલા કર્યો છે. જામકંડોરણા સભા રાખવાનું કારણે એ છે કે, અહીંથી જામગર, દેવભૂમી દ્વારીકા, જૂનાગઢ, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ એમ સાત જિલ્લાની સરહદની મધ્યમાં આવેલું છે. 

આ સાત જિલ્લામાં પાટીદારોનું પ્રભૂત્વ રહેલું છે. ત્યારે બીજેપીનો આ પાટીદાર પ્લાન પણ છે. બીજું સૌથી મોટું કારણે એ છે કે, દિવંગત બીજેપી નેતા વિઠ્ઠલ રાદડીયાનું પણ આ વતન છે. જામકંડોરણાની સભા 7 જિલ્લાની 25 બેઠકો પર અસર કરી શકે છે.

7 જિલ્લાનીપબ્લિક આસાનીથી સભા સ્થળે પહોંચી શકે તે પણ મોટું કારણ છે. જેથી 1 લાખ લોકો બેસી શકે તે હેતુથી 55 વીઘાની જમીનમાં આ આયોજન કરાયું છે. અત્યાર સુધીના ત્રણ દિવસનો ચૂંટણી પહેલા આ સૌથી મહત્વનો પ્રવાસ કહી શકાય છે.  જે રીતના પ્રવાસ સૌરાષ્ટ્રને લઈન  વડાપ્રઘાનના થઈ રહ્યા છે તેને જોતા કોંગ્રેસની સીટો પર મોટી અસર થશે. આ ઉપરાંત જામકંડોરણાથી ઉમીયા માતાજીનું મંદિર સીદસર ત્યાંથી 54 કિમી, ખોડલધામ 50 કિમી, ઉમિયા માતાજીનું જૂનાગઢ પાસેનું મંદિર પણ નજીક છે.  આમટ જામકંડોરણા એ સૌરાષ્ટ્રનું એપી સેન્ટર રાજકીય ક્ષેત્રને લઈને મહત્વનું પુરવાર થઈ રહ્યું છે. જેથી વડાપ્રધાનનો આ ખાસ પ્રવાસ અહીં યોજવામાં આવ્યો હતો. 

આ વખતે સૌરાષ્ટ્રના પ્રવાસો કેન્દ્રીય નેતાઓના વધી રહ્યા છે. પીએમ પહેલા અમિત શાહનો પ્રવાસ પણ યોજાયો હતો ત્યારે આવતી કાલે જેપી નડ્ડા પણ દ્વારકાની અંદર ગૌરવ યાત્રાનો પ્રારંભ કરાવશે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *