
ઝાલોદ નગરમાં દાહોદ તરફથી આવતી ટ્રક સંતરામપુર તરફ જતા વેલપુરા રોડ પર મળતી માહિતી મુજબ રોડની ખરાબ હાલતના લીધે ડ્રાઇવર દ્વારા ગાડી કંટ્રોલમાં ન રહેતા લસણ ભરેલી ટ્રક પલ્ટી ખાઈ ગઈ હતી , મળતી માહિતી મુજબ ટ્રક પલ્ટી ખાતાં કોઈ મોટી જાનહાનિ કે દુર્ઘટના થયેલ નથી પણ જાણવા મુજબ ટ્રકને મોટું નુકશાન થયેલ છે. વેલપુરા રોડ પર અવાર નવાર કેટલીય વાર રોડની ખરાબ હાલતને લીધે ગાડીઓના સામસામે ટકરાવાના બનાવ બનેલ છે તેમજ રોડની ખરાબ હાલતના લીધે ગાડી સ્લીપ થતી હોવાથી ડ્રાઇવર દ્વારા ગાડી કંટ્રોલમાં ન થતા ગાડીઓ પલ્ટી ખાઈ જાય છે.

આ રોડ પર ચોમાસાની ઋતુ દરમિયાન અવારનવાર કેટલાય અકસ્માત સર્જાયા છે પરંતુ જવાબદાર તંત્ર હજુ પણ નિંદ્રાધીન અવસ્થામાં હોય તેવું લાગી રહ્યું છે. રોડની ખરાબ હાલત ને લીધે વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આજુ બાજુના વિસ્તાર દ્વારા પણ કેટલીય વાર આ અંગે લેખિત અને મૌખિક જાણકારી જવાબદાર તંત્રને આપેલ છે છતાય જવાબદાર તંત્રનું પેટનું પાણી હલતું નથી તેવું લાગી રહ્યું છે આ રોડ પર સત્વરે જવાબદાર તંત્ર દ્વારા રોડ માટે નક્કર કામગીરી થાય તેવી લોકમાંગ ઉઠવા પામી છે.