એપલ ચીનને આપી શકે છે મોટો ઝટકો! ભારતમાં એરપોડ્સનું ઉત્પાદન કરવામાં આવશે

અમેરિકન કંપની Apple ફરી ચીનને આંચકો આપવાની તૈયારી કરી રહી છે. તાજેતરમાં, કંપનીએ ચીનમાં આઇફોનનું ઉત્પાદન ઘટાડવાનો નિર્ણય લીધો હતો. આવનારા સમયમાં મોટાભાગનું ઉત્પાદન ભારતમાં થશે. હવે એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે કંપની એરપોડ્સ અને બીટ્સ હેડફોનનું ઉત્પાદન પણ ભારતમાં શિફ્ટ કરી શકે છે.

ન્યૂઝ એજન્સી રોયટર્સે એક અહેવાલને ટાંકીને જણાવ્યું છે કે Appleએ સપ્લાયર્સને એરપોડ્સ અને બીટ્સ હેડફોન્સનું મોટા ભાગનું ઉત્પાદન ભારતમાં શિફ્ટ કરવા કહ્યું છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે દેશમાં આઈફોન બનાવતી ફોક્સકોન ભારતમાં જ બીટ્સ હેડફોન બનાવવાની તૈયારી કરી રહી છે.

એરપોડ્સનું ઉત્પાદન પણ કરી શકાય

એવું માનવામાં આવે છે કે તેની સાથે એરપોડ્સ પણ બનાવવામાં આવશે. રિપોર્ટમાં આ બાબતની જાણકારી ધરાવતા બે લોકોને ટાંકવામાં આવ્યા છે. રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે જો આવું થાય છે તો તે ભારત માટે મોટી જીત હશે કારણ કે તેનાથી વૈશ્વિક સપ્લાય ચેઇનમાં વધારો થશે.

રિપોર્ટ અનુસાર, લક્સશેર પ્રિસિઝન ઇન્ડસ્ટ્રી, જે હાલમાં ચીન અને વિયેતનામમાં એરપોડ્સનું ઉત્પાદન કરે છે, તે એપલને લોકપ્રિય વાયરલેસ ઇયરફોન બનાવવામાં મદદ કરવા જઈ રહી છે. જોકે. ફોક્સકોને આ અંગે કોઈ માહિતી આપી નથી.

તમને જણાવી દઈએ કે એપલે ભારતમાં વર્ષ 2017માં નાના સપ્લાયર વિસ્ટ્રોન સાથે આઈફોનનું ઉત્પાદન શરૂ કર્યું હતું. કંપનીની લેટેસ્ટ iPhone 14 સિરીઝનું ઉત્પાદન પણ દેશમાં જ થશે. તેનું ઉત્પાદન સ્થાનિક અને વૈશ્વિક બજારો માટે કરવામાં આવશે.

રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, અગાઉ કંપની ભારતમાં ઉત્પાદન કરવા અને સ્થાનિક બજારની સપ્લાયને પૂરી કરવાનું વિચારી રહી હતી. પરંતુ, હવે કંપની ભારતને ઉત્પાદન આધાર બનાવવા પર કામ કરી રહી છે. આ સાથે દેશમાં બનતા ઉત્પાદનોને યુરોપ અને અન્ય બજારોમાં પણ નિકાસ કરવામાં આવશે.

ચીનને આંચકો લાગશે

તમને જણાવી દઈએ કે કંપનીના આ પગલાથી ચીન ચોંકી જશે. વૈશ્વિક સપ્લાય ચેઇનમાં ચીન એક મોટો ખેલાડી છે. પરંતુ, સતત લોકડાઉન અને અમેરિકા અને ચીન વચ્ચે વધતા તણાવનો ફાયદો ભારતને મળી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *