
કચ્છ કુળદેવી મા આશાપુરા ના દર્શનાર્થે મુંબઈ થી સાઈકલ વીરોએ પ્રસ્થાન કર્યુ
કચ્છ માતાના મઢવાળી કચ્છની કુળદેવી રાજ રાજેશ્વરી દેવી શ્રી આશાપુરા મા ના દર્શન માટે આ વર્ષે હિંદમાતા મુંબઇ થી માતાના મઢ કચ્છ માટે ૬૧ સાયકલવીરોને વાજતે ગાજતે જય માતાજીના નારા સાથે કચ્છ માટે પ્રસ્થાન કર્યું હતું
કચ્છ માટે પ્રસ્થાન કરતાં સાઇકલ વિરો ને લીલી ઝંડી આપી વાજતે ગાજતે જય માતાજી ના નારા સાથે વિદાય આપાઈ હતી.

આ કાર્યક્રમ પ્રસંગે આર્શીવચન પ.પુ.મહંત શ્રી કલ્યાણદાસજી મહારાજ (હિંગરીયા- કચ્છ) આપ્યા હતા
આ પ્રસંગે શ્રેષ્ઠ દાનવીર શ્રી રાજદિપસિંહજી અનિરુધ્ધસિંહજી જાડેજા,શ્રી ધર્મેન્દ્રસિંહ ઝાલા (પિંટુભાઈ),શ્રી સર્વ સેવા સંધ (કચ્છ) ભુજ અને શ્રી ક.વી.ઓ.જૈન મહાજન ભુજના પ્રમુખ શ્રી જીગર તારાચંદભાઈ છેડા,મુંદરા નગરપાલીકાના પ્રમુખ કિશોરસિંહ પરમાર,મુંદરા શહેર ભાજપ પ્રમુખ પ્રણવભાઇ જોષી,મુંદરા નગર પાલીકાના ચુંટાયેલા નગરસેવકો,સામાજિક આગેવાન ધર્મેન્દ્રભાઈ જેસર,વિવિધ સમાજના આગેવાનો અને માઈ ભક્તો હાજર રહયા હતા.

મહાપ્રસાદના દાતાશ્રી હિંમતપુરી માનપુરી ગોસ્વામી પરિવાર રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા શ્રી આશાપુરા યુવા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી હિંમતપુરી માનપુરી ગોસ્વામી(કાઠડા,હા.નાલાસોપારા),શ્રી એલ.ડી.શાહ અને ટ્રસ્ટીશ્રીઓ તથા કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનું સંચાલન શ્રી ધીરજભાઇ છેડા ‘એકલવીર’ કર્યું હતુ.
