
ચૂંટણી પહેલા ગુજરાત સરકાર જાગી:કુટુંબ પેન્શન યોજના સ્વીકારી, જૂની પેન્શન યોજનાનો ઠરાવ સ્વીકારવાની ઘોષણા, તમામ કર્મચારીને 7માં પગાર પંચનો લાભ મળશે
પેન્શન મામલે રાજ્ય સરકારે આજે મોટી નિર્ણય લીધો છે. કુટુંબ પેન્શન યોજનાનો ઠરાવ સ્વીકારવાની ઘોષણા કરી છે અને જૂની પેન્શન યોજનાનો ઠરાવ સ્વીકારી લીધો છે. તમામને 7માં પગાર પંચનો લાબળ મળશે. મૃતક કર્મચારીઓના પરિવારને મળતી સહાય 8 લાખથી વધારીને 14 લાખ કરવામાં આવી છે.
કેન્દ્રના ધોરણે ઠરાવની તારીખથી તમામ લાભો આપવા. રહેમરાહે નિમાયેલ તમામ કર્મચારીની નોકરી સળંગ ગણવી. મૂળ નિમણૂંક તારીખથી તમામ લાભો માટે તા.૧/૪/૨૦૧૯થી સળંગ નોકરીનો લાભ આપવો.
મેડીકલ ભથ્થું ૩૦૦ના બદલે સાતમા પગારપંચ મુજબ ૧૦૦૦ કરવામાં આવશે. ચાલુ ફરજમાં અવસાનના કિસ્સામાં અપાતી ઉચ્ચક નાણાંકિય સહાયની રકમમાં વધારો કરવામાં આવ્યો છે. હાલ સહાય ૮ લાખ છે જેમાં વધારો કરી ૧૪ લાખ આપવાનું નક્કી કરેલ છે. ૪૫ વર્ષની મર્યાદાબાદ કર્મચારીને પરીક્ષામાંથી મુક્તિ આપવી અને લાભ આપવા. પૂર્વ સેવા તથા ખાતાકીય પરીક્ષામાં ૬૦%એ મુક્તિ દૂર કરી ૫૦%એ પાસના બદલે ૪૦% અને પરીક્ષામાં ૫ વિષયના બદલે ૩ વિષય રાખવામાં આવે અને અંગ્રેજીનું પેપર રદ કરવું. ૫૦%એ પાસ કરવું તથા અંગ્રેજી વિષય રદ કરવા સંમત. ઠરાવની તારીખથી અમલ થશે.
કર્મચારીઓને નિવૃત્તિ વખતે કોમ્યુટેડ પેન્શનના વ્યાજના દરમાં તથા મુદતમાં ઘટાડો કરવો.વ્યાજ દરમાં ઘટાડા સાથે ૧૫ વર્ષના ૧૮૦ હપ્તાના બદલે ૧૩વર્ષના ૧૫૬ હપ્તા કરવા સંમત. અંદાજીત ૬ લાખ રૂપિયા જેવી ફાયદો થાય. સી.સી.સી. પરીક્ષાની મુદત ડિસેમ્બર-૨૦૨૪ સુધી લંબાવવી.
