અમદાવાદ શોર્ટ રૂટ પર પીપળી નજીક ગમખાર અકસ્માત, ત્રણના મોત
અમદાવાદ શોર્ટ રૂટ પર પીપળી નજીક ગમખાર અકસ્માત, ત્રણના મોત
ઇકો કાર અને ટ્રકના અકસ્માતમાં મૃત્યુ પામેલાઓ શિહોરનાં હોવાનુ પ્રાથમિક અનુમાન
ભાવનગર અમદાવાદ શોર્ટ રૂટ ઉપર ધોલેરા અને વચ્ચે ઈકો કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થતા કારમાં સવાર ત્રણ વ્યક્તિઓના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત થયા હતા જ્યારે બેને ઇજા થતાં 108 મારફત સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે.
હાઇવે પર થયેલા અકસ્માતનાં પગલે રોડ પર ટ્રાફિક જામ થઈ જવા પામ્યો હતો અને ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફત સારવાર માટે ખસેડાયેલ છે
મૃતકોના નામ
૧.સુખાભાઈ જેઠાભાઈ મકવાણા ગામ શિહોર જી.ભાવનગર , ૨. ગોવિંદભાઈ હમિરભાઇ ગોહેલ ગામ : ઇશ્વરીયા, તા.શિહોર તથા ૩.વિહાભાઇ લખમણભાઇ ખાભલીયા ગામ : રામધરી તા.શિહોર વાળા હોવાનું ખુલવા પામ્યું છે