રાજકોટમાં વીજળીના કડાકા ભડાકા સાથે દોઢ ઇંચ વરસાદ

રાજકોટમાં વીજળીના કડાકા ભડાકા સાથે દોઢ ઇંચ વરસાદ,

રાજકોટ શહેરમાં આજે સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. પરંતુ બપોર બાદ વીજળીના કડાકા-ભડાકા સાથે એક કલાકમાં દોઢ ઇંચ વરસાદ પડ્યો છે. શહેરના જામનગર રોડ, યાજ્ઞિક રોડ, 150 ફૂટ રિંગ રોડ, રેસકોર્સ, રૈયા રોડ, કિશાનપરા ચોક, યુનિવર્સિટી રોડ, કાલાવડ રોડ અને મોરબી રોડ સહિતના વિસ્તારોમાં મૂશળધાર વરસાદ વરસ્યો છે. આથી શહેરના મુખ્ય માર્ગો પર એકથી બે ફૂટ સુધી પાણી ભરાઇ ગયા છે. બીજી તરફ ભારે માધાપર ચોકડીએ ગોઠણસમા પાણી ભરાતા બાઇક, રિક્ષા બંધ પડી જતા ચાલકો પરેશાન થઈ રહ્યા છે.

રાજકોટ શહેર બાદ ગ્રામ્ય વિસ્તારોને પણ મેઘ મહેર

રાજકોટ શહેર બાદ ગ્રામ્ય વિસ્તારોને પણ મેઘરાજા ધમરોળી રહ્યા છે. જસદણના આટકોટ, જંગવડ, પાચવડા, ગુંદાળા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. આથી ખેડૂતોમાં પણ ખુશીની લાગણી પ્રસરી ગઈ છે. શહેરની માધાપર ચોકડીએ ગોઠણસમા પાણી ભરાયા છે. આથી BRTS બસમાં જતા મુસાફરોને મુશ્કેલી પડી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *