
crime king news ગ્વાલિયરમાં બેકાબૂ ટ્રકનો કહેર: મંદિર જતા શ્રદ્ધાળુઓને કચડ્યા, 13નાં મોત; PM મોદીએ વ્યક્ત કર્યો શોક

crime king news કલેક્ટરે રાહત અને બચાવ કામગીરીની આપી માહિતી
ગ્વાલિયરના કલેક્ટર રૂચિકા ચૌહાણે જણાવ્યું હતું કે રાત્રે લગભગ 1:30 વાગ્યે ટ્રક બેકાબૂ બનવાની માહિતી મળતાં જ એમ્બ્યુલન્સ અને અન્ય વાહનોને ઘટનાસ્થળે મોકલવામાં આવ્યાં હતાં. ઘાયલોની સ્થિતિ જાણવા માટે સીટી સ્કેન અને એક્સ-રે સહિતની તપાસ કરવામાં આવી રહી છે, જેથી તેમને યોગ્ય સારવાર આપી શકાય.
crime king news RTO દ્વારા ટ્રકની ટેકનિકલ તપાસ
નવરાત્રિ દરમિયાન માર્ગ પર પોલીસ ચેકપોસ્ટ અને બેરિકેડ હોવા છતાં ટ્રક મંદિર સુધી કેવી રીતે પહોંચ્યો તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. ટ્રકમાં કોઈ ટેકનિકલ ખામી હતી કે કેમ અને તે કયા સંજોગોમાં બેકાબૂ બન્યો તેની તપાસ માટે RTOની ટીમને જવાબદારી સોંપવામાં આવી છે.
વહીવટી તંત્ર દ્વારા અકસ્માતનાં કારણો, વાહનની સ્થિતિ અને માર્ગ પરની સુરક્ષા વ્યવસ્થાની તપાસ કરવામાં આવી રહી છે.

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો