
AAP નેત્રા ગામની આંગણવાડી અને સરકારી શાળાની હાલત દયનીય, ડૉ. કાયનાત અંસારી આથાનો આક્ષેપ
AAP આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ ડૉ. કાયનાત અંસારી આથાએ નખત્રાણા તાલુકાના નેત્રા ગામની આંગણવાડી અને સરકારી પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાત લઈ શિક્ષણ અને બાળ વિકાસ સાથે જોડાયેલી અનેક ગંભીર સમસ્યાઓ ઉજાગર કરી હતી.
AAP મુલાકાત દરમિયાન જાણવા મળ્યું કે ફૂલવાડી વિસ્તારમાં આવેલી આંગણવાડીનું જૂનું મકાન તોડી પાડ્યા બાદ છેલ્લા બે વર્ષથી આંગણવાડી ભાડાના મકાનમાં ચલાવવામાં આવી રહી છે. ડૉ. કાયનાતે જણાવ્યું કે આટલો સમય વીતી જવા છતાં પંચાયત વિભાગ અથવા ICDS વિભાગ દ્વારા નવા મકાનના બાંધકામ માટે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. પરિણામે નાના બાળકોને અપૂરતી સુવિધાઓ વચ્ચે અભ્યાસ કરવો પડી રહ્યો છે. તેમણે આંગણવાડીનું નવું મકાન તાત્કાલિક મંજૂર કરી બાંધકામ શરૂ કરવાની માંગ કરી હતી.

AAP ત્યારબાદ સરકારી પ્રાથમિક કુમાર શાળાની મુલાકાત દરમિયાન રિનોવેશનનું કામ લાંબા સમયથી અધૂરું હોવાનું સામે આવ્યું. નવા શૈક્ષણિક સત્રની શરૂઆત છતાં કામ પૂર્ણ ન થતાં કુમાર શાળાના વિદ્યાર્થીઓને કન્યા શાળામાં અભ્યાસ કરવો પડી રહ્યો છે. હાલમાં કન્યા વિદ્યાર્થીઓને સવારે અને કુમાર વિદ્યાર્થીઓને બપોર પછી ભણાવવામાં આવતા હોવાથી અભ્યાસના કલાકોમાં ઘટાડો થઈ રહ્યો હોવાનું જણાવાયું.
મુલાકાત દરમિયાન ધોરણ-6ના કેટલાક વિદ્યાર્થીઓને અંગ્રેજીના મૂળભૂત અક્ષરો (ABCD) પણ યોગ્ય રીતે આવડતા ન હોવાનું ધ્યાનમાં આવ્યું, જેને ડૉ. કાયનાતે સરકારી શિક્ષણ વ્યવસ્થા માટે ચિંતાજનક ગણાવ્યું.
AAP તેમણે વધુમાં દાવો કર્યો કે રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનારા એક શિક્ષક અહીં ફરજ બજાવતા હોવા છતાં વિદ્યાર્થીઓનું શૈક્ષણિક સ્તર નબળું છે. સાથે જ તે શિક્ષક દ્વારા ખાનગી શૈક્ષણિક સંસ્થા સંચાલિત કરવામાં આવતી હોવાની તેમજ કેટલાક શિક્ષકો પોતાના બાળકોને ખાનગી શાળામાં ભણાવતા હોવાની બાબતોની પણ તપાસ કરવાની માંગ કરી હતી.
AAP શાળાના આચાર્યએ પણ શિક્ષકોની અછત અંગે રજૂઆત કરી હતી. ખાલી જગ્યાઓના કારણે વિદ્યાર્થીઓના અભ્યાસ પર વિપરીત અસર પડી રહી હોવાનું તેમણે જણાવ્યું.
AAP ડૉ. કાયનાત અંસારી આથાએ જણાવ્યું કે નેત્રા ગામની આંગણવાડી, પ્રાથમિક શાળા અને શિક્ષણ વ્યવસ્થાના તમામ પ્રશ્નો ઉચ્ચ કક્ષાએ રજૂ કરવામાં આવશે. સાથે જ સમગ્ર કચ્છ જિલ્લામાં શિક્ષકોની ખાલી જગ્યાઓ તાત્કાલિક ભરવા, સરકારી શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ સુનિશ્ચિત કરવા અને વિકાસકાર્યો સમયમર્યાદામાં પૂર્ણ કરવા આમ આદમી પાર્ટી દ્વારા સશક્ત રજૂઆતો કરવામાં આવશે.
વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો
