
vadodara વડોદરાના શિનોરમાં ભારે પવન-વરસાદથી કેળાની ખેતીને મોટું નુકસાન, 300થી 400 વિઘા પાક ધરાશાયી; 100 જેટલા ખેડૂતો પ્રભાવિત
vadodara વડોદરા જિલ્લાના શિનોર તાલુકામાં ત્રણ દિવસ પહેલાં ભારે પવન સાથે પડેલા વરસાદે કેળા ઉત્પાદક ખેડૂતોને ભારે ફટકો પહોંચાડ્યો છે. નર્મદા નદી કિનારે આવેલા માલસર અને માંડવા ગામોમાં અંદાજે 300થી 400 વિઘા વિસ્તારમાં ઉભેલી કેળાની ખેતી ધરાશાયી થઈ ગઈ, જેના કારણે આશરે 100 જેટલા ખેડૂતોને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
vadodara મળતી માહિતી મુજબ, શિનોર વિસ્તારમાં અંદાજે સાડા ત્રણ ઇંચ વરસાદ સાથે તેજ પવન ફૂંકાતા લણણી માટે તૈયાર કેળાનો પાક જમીન પર ઢળી પડ્યો હતો. ખેડૂતોને પાકમાંથી સારા ભાવ મળવાની આશા હતી, પરંતુ અચાનક આવેલા કુદરતી તોફાને મહિનાઓની મહેનત પર પાણી ફેરવી દીધું છે.
vadodara ખેડૂતોના જણાવ્યા અનુસાર, હાલ વેપારીઓ પણ ધરાશાયી થયેલા પાકની ખરીદી કરવા તૈયાર નથી. બીજી તરફ ખેતરમાં પડેલો પાક દૂર કરવા માટે પણ ખેડૂતો પાસે પૂરતા નાણાં નથી, જેના કારણે તેમની મુશ્કેલીઓમાં વધુ વધારો થયો છે.

vadodara નુકસાન બાદ ખેડૂતો દ્વારા ગ્રામ પંચાયત, ગ્રામ સેવક અને બાગાયત વિભાગ સમક્ષ રજૂઆત કરીને તાત્કાલિક નુકસાનનો સર્વે કરાવી યોગ્ય વળતર ચૂકવવાની માંગ કરવામાં આવી છે. ખેડૂતોનું કહેવું છે કે સરકાર વહેલી તકે સહાય જાહેર કરે જેથી તેઓ ફરીથી ખેતી શરૂ કરી શકે અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવી શકે.
vadodara હાલ માલસર અને માંડવા ગામોના ખેડૂતો સરકાર તરફથી ઝડપી સર્વે અને યોગ્ય વળતરની આશા સાથે રાહ જોઈ રહ્યા છે.