2 FLIGHT RETURNS TO DAY : આજે લેહ જતી ઇન્ડિગોની ફ્લાઇટ અને હૈદરાબાદ-તિરુપતિ સ્પાઇસજેટ બે ફ્લાઇટનું ઇમર્જન્સી લેન્ડિંગ કરાયું

દિલ્હીથી લેહ જતી ઇન્ડિગોની ફ્લાઇટ 6E 2006 ગુરુવારે સવારે ટેક્નિકલ ખામીને કારણે દિલ્હી પરત ફરી હતી. ફ્લાઇટમાં ક્રૂ-મેમ્બર્સ સહિત 180 લોકો સવાર હતા. આ ઉપરાંત સ્પાઇસજેટની ફ્લાઇટ પણ ટેક-ઓફ થયાની 10 મિનિટ પછી પાછી ફરી હતી. આ ફ્લાઇટ હૈદરાબાદથી તિરુપતિ જઈ રહી હતી. ફ્લાઇટમાં કુલ 80 મુસાફર સવાર હતા.

બુધવારે અગાઉ એર ઇન્ડિયાની 3 ફ્લાઇટ્સ રદ કરાઈ હતી, જેમાં દિલ્હી-બાલી, ટોરોન્ટો-દિલ્હી અને દુબઈ-દિલ્હી ફ્લાઇટ્સનો સમાવેશ થાય છે.
દિલ્હીથી બાલી જતી ફ્લાઇટ AI2145 અધવચ્ચે જ દિલ્હી પાછી ફરી. એરલાઇને જણાવ્યું હતું કે બાલી એરપોર્ટ નજીક જ્વાળામુખી ફાટવાના અહેવાલોને કારણે મુસાફરોની સલામતીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આ પછી ટોરોન્ટોથી દિલ્હી જતી ફ્લાઇટ AI188 રદ કરાઈ હતી. જે મુસાફરો પહેલાંથી જ ફ્લાઇટમાં સવાર હતા તેમને નીચે ઉતારી દેવામાં આવ્યા. એવું કહેવામાં આવ્યું કે ફ્લાઇટના મેન્ટેનન્સ અને ક્રૂના ફ્લાઇટ ડ્યૂટી સમયની મર્યાદાને કારણે એ રદ કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત દુબઈથી દિલ્હી આવી રહેલી ફ્લાઇટ AI996 ટેક્નિકલ ખામીને કારણે રદ કરવામાં આવી હતી. મુસાફરો પહેલાંથી જ આ ફ્લાઇટમાં સવાર થઈ ગયા હતા. આદેશ જાહેર થતાં જ તેમને પણ નીચે ઉતારવામાં આવ્યા હતા.
2 FLIGHT RETURNS TO DAY : એરલાઇનના જણાવ્યા અનુસાર, ફ્લાઇટ રદ થયા પછી મુસાફરોને હોટલમાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. તેમના માટે અન્ય ફ્લાઇટ્સની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ ઉપરાંત ટિકિટ રદ કરવા પર સંપૂર્ણ રિફંડ આપવામાં આવ્યું હતું.