GUJARAT SURAT : ગુજરાતમાં ગેરકાયદે રહેતા લોકો ખતરનાક પ્રવૃત્તિમાં હતા સામેલ, ચોંકાવનારો ખુલાસો

GUJARAT SURAT : ગુજરાતમાં ગેરકાયદે રહેતા લોકો ખતરનાક પ્રવૃત્તિમાં હતા સામેલ, ચોંકાવનારો ખુલાસો

GUJARAT SURAT
GUJARAT SURAT

GUJARAT SURAT : ગુજરાતમાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશી લોકો અને પાકિસ્તાની લોકોને તેમના દેશ પરત મોકલવામાં આવી રહ્યા છે. આ અંગે રાજ્યગૃહ મંત્રી હર્ષ સંઘવીએ પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી

GUJARAT SURAT : પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ સમગ્ર દેશમા આક્રોશ જોવા મળી રહ્યો છે. આ આતંકવાદી હુમલા બાદ ભારત સરકારે આકરુ વલણ અપનાવું હતું અને સિંધુ જળ સંધી રદ કરવા ઉપરાંત પાકિસ્તાનના નાગરિકોને ભારત છોડવાનો પણ આદેશ આપ્યો હતો. જે બાદ ગુજરાત સરકાર એક્શનમાં આવી અને તાબડતોડ કાર્યવાહી શરુ કરી છે. તમને જણાવી દઈએ કે, આ હુમલામાં 26 નાગરિકોના મોત થયા હતા.

ગુજરાતમાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશી લોકો અને પાકિસ્તાની લોકોને તેમના દેશ પરત મોકલવામાં આવી રહ્યા છે. આ અંગે રાજ્યગૃહ મંત્રી હર્ષ સંઘવીએ પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને બાદમાં પત્રકારો સાથે વાતચીત કરી હતી. ગૃહમંત્રી રાજ્યમાંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, ગુજરાત પોલીસના અમદાવાદ અને સુરત સીપી યુનિટ દ્વારા ગત રાત્રિથી મોટું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં અવેધ રીતે ગુજરાત આવેલા બાંગ્લાદેશીઓને પકડવામાં ઐતિહાસિક સફળતા મળી છે.

GUJARAT SURAT : અમદાવાદ પોલીસે 890 અને સુરત પોલીસે 134 લોકોની અટકાયત કરી છે. ગુજરાત પોલીસની આજ દિન સુધીનું સૌથી મોટું ઓપરેશન છે, જેમા ગેરકાયદે રહેતા લોકો સામે પોલીસે લાલ આંખ કરી છે. આ લોકો બંગાળના માધ્યમથી ગેરકાયદે રીતે બોગસ ડોક્યુમેન્ટ બનાવી ગુજરાતના અલગ રાજ્યોમાં રહી ચૂક્યા છે. ઝડપાયેલા લોકોમાં ડ્રગ્સ કાર્ટિગ અને હ્યુમન ટ્રાફિકિંગ સાથે સંકળાયેલા છે. અગાઉ સ્લીપર શેલ માટે કામ કરતા હોવાનું સામે આવ્યું હતું. આ તમામ લોકોની ગતિવિધિ ગુજરાતમાં શું હતી તેની તપાસ ચાલી રહી છે. હું સ્પષ્ટ સૂચના આપું છું કે આવા લોકો ગેરકાયદે રીતે ગુજરાતમાં રહેતા હોય તો પોલીસ સમક્ષ હાજર થઈ જાય.નહીંતર કડક પગલાં લેવામાં આવશે.

તેમણે આગળ ઉમેર્યું કે, પીએમ મોદીના અધ્યક્ષને બેઠકમાં લેવામાં આવેલ નિર્ણયના આધારે પાકિસ્તાની જે ગુજરાતમાં આવ્યા છે તેવા લોકોને ગુજરાત છોડવા આદેશ આપવામાં આવ્યા છે. આ તમામને પાકિસ્તાન મોકલવાની તજવીજ ચાલુ છે. હું અમદાવાદ અને સુરત પોલીસને અભિનંદન પાઠવું છું. જે પ્રકારે ઐતિહાસિક ઓપરેશન એક જ રાતમાં હાથ ધરી ઘૂસપેઠિયાઓને પકડવામાં સફળતા મેળવી છે. તમામ આગામી બે દિવસમાં સામેથી પોલીસ સ્ટેશનમાં સરન્ડર કરે. નહીંતર ઘરે ઘરે જઈ પકડી ડિપોર્ટ કરવાનું કામ કરવામાં આવશે. એક પણ ઘૂપેથિયાને જે આશરો આપશે તેની સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે.

GUJARAT SURAT : બંગાળના બોગસ ડોક્યુમેન્ટના આધારે દેશ અને અલગ અલગ રાજ્યમાં તેમજ ગુજરાતમાં આવેલા લોકોના ડોક્યુમેન્ટની તપાસ કરવામાં આવશે. તમામ રાજ્યોની જવાબદારી છે કે દેશ હિતમાં દરેક સૂચનાઓનું કડક પાલન થવું જોઈએ. જે સૂચના અન્વયે રાજ્ય સરકાર સમય મર્યાદામાં કામગીરી કરવામાં આવશે. ઝડપાયેલા બાંગ્લાદેશીઓને ડીપોર્ટ કરવાની કામગીરી કરવામાં આવશે. જે પાકિસ્તાનથી પીડિત છે,ભારતમાં આવેલા લોકોને સુરક્ષિત રાખવું એ અમારી જવાબદારી છે. અત્યાર સુધી જેટલા બાંગ્લાદેશીઓ પકડ્યા તેના ડોક્યુમેન્ટ બંગાળથી બનાવવામાં આવ્યા હતા. બંગાળથી કઈ રીતે બોગસ ડોક્યુમેન્ટ બનાવવામાં આવ્યા તેની તપાસ કરવામાં આવશે. આ બાબતે હું કોઈ પણ રાજકીય ટિપ્પણી કરવા નથી માંગતો. માત્ર દેશ હિત માટેની વાત કરવા આવ્યો છું.

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *