
પ્રધાનમંત્રીના PM ગુજરાત કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
PM વડાપ્રધાન નરેન્દ્ર મોદી વધુ એક વખત પોતાના વતન ગુજરાતના પ્રવાસે આવનાર છે. વડાપ્રધાન મોદી આગામી મહિને એટલે કે માર્ચ મહિનામાં બે દિવસના ગુજરાતના પ્રવાસે આવશે તેમ સૂત્રો જણાવી રહ્યા છે. જેમાં તેઓ બે મોટા કાર્યક્રમમાં હાજરી આપશે. તેઓ આવતી કાલે ગુજરાત આવનાર હતા. જેમાં તેઓનો કાર્યક્રમ ત્રણના બદલે બે દિવસનો કરવામાં આવ્યો છે.
PM વડાપ્રધાનનો કાર્યક્રમ
PM વડાપ્રધાન આવતીકાલે વનતારા જશે. પ્રાણી સંગ્રહાલય અને રેસ્ક્યૂ સેન્ટર વનતારાની મુલાકાત પૂર્ણ કર્યા બાદ તેઓ સોમનાથ જવા માટે રવાના થશે. જ્યાં સોમનાથ દાદાના દર્શન કરીને સોમનાથ ટ્રસ્ટની બેઠકમાં હાજરી આપનાર છે. આ બેઠક પૂર્ણ કર્યા બાદ તેઓ સાસણગીર તરફ જવા નીકળશે. સાસણગીરમાં તેઓ સાસણ વાઈલ્ડલાઈફ કોન્ફરન્સમાં ભાગ લેશે. જે બાદ સાસણથી રાજકોટ થઈને દિલ્લી જવા રવાના થશે.
સુરત અને નવસારીમાં યોજાશે કાર્યક્રમ
PM વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસ વિશે મળતી માહિતી મુજબ તેઓ 7 અને 8 માર્ચે ગુજરાતના પ્રવાસે આવશે. આ દરમિયાન તેઓ 7 માર્ચે સુરતના લીંબાયતના નીલગીરી ગ્રાઉન્ડ ખાતે યોજાનારા કાર્યક્રમમાં હાજરી આપશે. જે બાદ બીજા દિવસે 8 માર્ચે નવસારીમાં વડાપ્રધાન મહિલા દિવસના કાર્યક્રમમાં હાજર રહેશે.