ગુજરાતી સાહિત્યને ઉત્તમ કાવ્યો આપનાર જાણીતા કવિ અનિલ જોશીએ દુનિયાને અલવિદા કહ્યું.

ગુજરાતી સાહિત્ય માં અનેરું યોગદાન આપનારા અનિલ જોશી જન્મ ગોંડલમાં થયો હતો. તેમણે પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ અનુક્રમે ગોંડલ અને મોરબીમાં લીધું હતું. તેમણે ૧૯૬૪માં એચ.કે.આર્ટસ કૉલેજ, અમદાવાદથી ગુજરાતી અને સંસ્કૃત વિષયો સાથે વિનયનના સ્નાતક (બેચલર ઓફ આર્ટસ)ની પદવી મેળવી હતી.

૨૬ ફેબ્રુઆરી ૨૦૨૫ના રોજ મુંબઈ ખાતે તેઓ અવસાન પામ્યા.

તેમણે ૧૯૬૨-૧૯૬૯ દરમિયાન હિંમતનગર, અમરેલીમાં શિક્ષક તરીકે ફરજ બજાવી હતી. ઉપરાંત તેઓ ૧૯૭૧થી ૧૯૭૬ સુધી ‘કૉમર્સ’ સામયિકના તંત્રી રહી ચુક્યા છે. તેઓ વાડીલાલ ડગલીના પી.એ. ૧૯૭૬-૭૭માં પરિચય ટ્રસ્ટમાં સહસંપાદક રહ્યા હતા. તેમણે ૧૯૭૭થી આજ સુધી મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં લેંગ્વેજ ડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં ગુજરાતી ભાષાના મુખ્ય સલાહકાર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

ગુજરાતી સાહિત્યને ઉત્તમ કાવ્યો આપનાર જાણીતા કવિ અનિલ જોશીએ દુનિયાને અલવિદા કહ્યું. 

આજે તેમણે અંતિમ શ્વાસ લીધા. 

અનિલ રમાનાથ જોશી કવિ ઉપરાંત નિબંધકાર તરીકે પણ જાણીતા છે.  

તેમની જાણીતી કવિતા પૈકી એક અહીં તેમની યાદમાં પ્રસ્તુત..

મારી કોઈ ડાળખીમાં પાંદડા નથી

મને પાનખરની બીક ના બતાવો !

પંખી સહિત હવા ચાતરીને જાય

એવું આષાઢી દિવસોમાં લાગે,

આંબાનું સાવ ભલે લાકડું કહેવાઉં

પણ મારામાં ઝાડ હજી જાગે.

માળામાં ગોઠવેલી સળી હું નથી

મને વીજળીની બીક ના બતાવો !

એકે ડાળીથી હવે ઝીલ્યો ન જાય

કોઈ રાતી કીડીનોય ભાર !

એક પછી એક ડાળ ખરતી જોઉં ને થાય

પડવાને છે કેટલી વાર ?

બરફમાં હું ગોઠવેલું પાણી નથી

મને સૂરજની બીક ના બતાવો !

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *