KUTCH ભુજમાં હાથીદાંતની બંગડી ઓ બનતી ઝડપાઇ
KUTCH કચ્છમાં સંભવત પ્રથમ વખત આ રીતનું કારસ્તાન સામે આવ્યું છે.
KUTCH ભુજ શહેરના ડાંડા બજારના મણિયાર બેંગલ્સમાં હાથીદાંતની બનતી બંગડીઓનાં કાસ્તાનનો એલસીબીએ પર્દાફાશ કર્યો છે. થોડા દિવસ પૂર્વે દરોડા પાડી ઝડપેલી 10 બંગડીમાંથી સાત બંગડી હાથીદાંતની હોવાનો એફ.એસ.એલ.નો રિપોર્ટ આવતાં KUTCH કચ્છમાં સંભવત પ્રથમ વખત આ રીતનું કારસ્તાન સામે આવ્યું છે.
KUTCH આ સમગ્ર બનાવની જાણકારી ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક વિકાસ સુંડાએ પત્રકારોને આપતાં જણાવ્યું હતું કે, વન્ય પ્રાણી જીવોના અવશેષોના વેપાર પર પ્રતિબંધ હોવા છતાં ચોરીછૂપી રીતે તેનો ગેરકાયદેસર રીતે ધંધો ધમધમી રહ્યો છે, ત્યારે ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને તેમની સૂચના-માર્ગદર્શનના પગલે પોલીસ સ્ટાફ આવા બનાવ પર વોચ રાખી રહ્યો છે.
ગત તા. 16-11ના એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ખાનગી બાતમી મળી હતી કે, ડાંડા બજારમાં મણિયાર બેંગલ્સ નામની દુકાનમાં હાથીદાંતની અમુક બંગડીઓ ચોરીછૂપી રીતે બનાવી તેનું વેચાણ થઇ રહ્યું છે. આ બાતમીના પગલે એલસીબીની ટીમે પશુ ચિકિત્સક ડો. દીક્ષિત પરમારને સાથે રાખી, પંચો સાથે દરોડો પાડતાં ત્યાં દુકાનમાં આસીમ અહમદ મણિયાર મળી આવ્યા હતા અને ટેબલના ખાનામાંથી હાથીદાંત જેવી લાગતી 10 નાની-મોટી બંગડી મળી આવી હતી. આ બંગડીઓને એફએસએલ માટે રાજકોટ મોકલાઇ હતી. આ 10 બંગડીમાંથી સાત બંગડી હાથીદાંતની હોવાનો રિપોર્ટ આવ્યાનું પત્રકારોને શ્રી સુંડાએ જણાવ્યું હતું. આ ગુના કામમાં સંડોવાયેલા ઇસમો આસીમ ઉપરાંત અહમદ સુલેમાન મણિયાર અને અઝરુદીન નીઝામુદીન મણિયાર (રહે. તમામ ભુજKUTCH ) ને રાઉન્ડઅપ કરી લેવાયા છે, જ્યારે અલ્તાફ અહમદ મણિયારને પકડવા ચક્રો ગતિમાન કર્યાં છે. એ-ડિવિઝન પોલીસે રાઉન્ડઅપ આરોપી અને મુદ્દામાલ સોંપી જાણવાજોગ દાખલ કરી આગળની તપાસ માટે સોંપ્યા છે. આ કેસ વન વિભાગને સોંપી તે સંબંધિત વિવિધ કલમો તળે આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી વિધિવત અટક સહિતની કાર્યવાહી થશે. આ બંગડી બનાવવા માટે હાથીદાંતની સામગ્રી ક્યાંથી-કોણે આપી તે અંગે પૂછતાં પોલીસે કહ્યું કે, તપાસહિત ખાતર આ વિગતો હાલ જાહેર કરી શકાય નહીં.
આગામી દિવસોમાં આ અંગે ઘટસ્ફોટ થવાની સંભાવના જોવાઇ રહી છે. આ કામગીરીમાં એલસીબીના પીઆઇ એસ.એન. ચુડાસમા, પીએસઆઇ ટી.બી. રબારી, એ.એસ.આઇ. વીરેન્દ્રસિંહ જાડેજા, હે.કો. સુરેન્દ્રસિંહ જાડેજા, સૂરજભાઇ વેગડા, નવીનભાઇ જોશી, મયૂરસિંહ જાડેજા, મહિપાલસિંહ પુરોહિત, શક્તિસિંહ ગઢવી, રાજેન્દ્રસિંહ રાઠોડ, રણજિતસિંહ જાડેજા, મહિલા કોન્સ. વર્ષાબેન ગાગલ તથા રાજીબેન મકવાણા જોડાયા હતા.