250 કરોડની સંપત્તિ 37 કરોડમાં વેચાઈ’, માંડવી સહકારી મંડળી પર શક્તિસિંહ ગોહિલનો આરોપ

માંડવી સુગર સહકારી મંડળીની મિલકત ખાનગી કંપનીને પધરાવવા મુદ્દે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની પ્રતિક્રિયા સામે આવી હતી. જેમાં આ ઘટનાને લઇ તેમણે વીડિયો દ્વારા પ્રતિક્રિયા આપી હતી.

માંડવી સુગર સહકારી મંડળીની 100 વીઘા જમીન મશીનરી પ્લાન્ટ સહિત 250 કરોડની મિલકત 37 કરોડમાં પ્રાઇવેટ કંપનીને પધરાવવાનું કૌભાંડ બહાર આવ્યુ હતું. જેને લઇ ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખે પ્રતિક્રિયા આપી તપાસની માંગ કરી છે.

મૂલ્ય ૨૫૦ કરોડ

શક્તિસિંહ ગોહિલે પ્રતિક્રિયામાં જણાવ્યુ હતુ કે માંડવી સુગર સહકારી મંડળીમાં પંચાવન હજાર સભાસદોનું સભાપદ છે. આ મંડળીમાં ખેડૂતોના 2૬ કરોડ અને સરકારના ૨૦.૫ કરોડ રૂપિયા છે. બેંકે ૩૭ કરોડમાં પધરાવવાનો પ્લાન કરતા પહેલા જમીનોનું વેલ્યુએશન કરાવવમાં આવ્યુ હતુ. જેમાં બેંકના વેલ્યુએશન પ્રમાણે મંડળીની મિલકતોનું મૂલ્ય ૨૫૦ કરોડ હતું.

સરફેઝ એક્ટ હેઠળ સહકારી મંડળીની મિલકતો વેચી શકાય નહિ. ત્યારે બેંકે જે હરરાજી કરી છે તે માટે કલેકટર કે રાજ્ય સરકારે મંજૂરી આપી છે? તેની તપાસની માંગ શક્તિસિંહે કરી હતી.

તપાસની માંગ

ઉપરાંત સહકારી મંડળીના કાયદા પ્રમાણે જો કોઈ આર્થિક મુશ્કેલી ઊભી થઈ હોય તો તેને ફડચામાં લઈ જવાય. ત્યારે આ સમગ્ર કૌભાંડમાં CBI તપાસની માંગ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *