સ્પંદન આર્ટસ એકેડમી ખેલાડી ના જીવન માં અમૂલ્ય યોગદાન
સ્પંદન આર્ટસ એકેડમી માંડવીમાં આજે બાળકો ના વિકાસ તથા કૌશલ્યો ને ધ્યાનમાં રાખી તેમજ દરેક બાળકો તેમજ યુવાનોને ફીટનેશ ની તાલીમ સાથે આપવામાં આવે છે, જેથી યુવા વર્ગ પોતાની શારીરિક ક્ષમતા તેમજ ખેલાડી તરીકેનું પોતાનું અમૂલ્ય યોગદાન આપણા દેશના રાષ્ટ્ર માટે આપી શકે જ્યારે આ સંસ્થાની શરૂઆત કરવામાં આવેલ હતી જે હેતુ સાથે કરવામાં આવી છે તે હેતુ આજે સંસ્થા પૂરું પાડે છે સંસ્થા હંમેશા સેવાભાવી દાતાશ્રીઓના સાથ સહકારથી ચાલતી હોય છે એવામાં આ સંસ્થાનું મુખ્ય દાતાશ્રી તેમજ જેમને સમાજની સેવામાં કાર્ય માટે હર હંમેશ ભેખધારણ કરી હોય તેવા આપણા સૌના લોકલાડીલા માનનીય શ્રી બીપીનભાઈ ગાલા તારીખ 11/7/2024 ના રોજ સંસ્થાની મુલાકાત લીધેલ હતી
જ્યાં હાલમાં લોનટેનિસ સ્કેટિંગ કરાટે બેડમિન્ટન જીમ ફિટનેસ સેન્ટર જેવી વિવિધ રમતોનું નિષ્ણાંત કોચ દ્વારા પ્રશિક્ષણ આપવામાં આવે છે આ સંસ્થા દ્વારા કરવામાં આવતી પ્રવૃત્તિ જોઈને શ્રી બીપીનભાઈ ગાલાએ ભારોભાર પ્રશંસા કરેલી હતી આ સંસ્થાના ખેલાડીઓ નેશનલ કક્ષા પર વિવિધ મેડલ લઈ આવેલ છે જે માત્ર સંસ્થા જ નહીં પરંતુ સમગ્ર માંડવી તેમજ તાલુકા માટે ગૌરવની વાત કહી શકાય.
ડોક્ટર પરાગભાઈ મર્દાનિયા સંસ્થાના ચેરમેન દ્વારા માનનીય શ્રી બીપીનભાઈ ગાલા ને સંસ્થાના કાર્યથી માહિતગાર કરવામાં આવેલ તેમજ ભવિષ્યમાં હજી આગળ નવી રમતોની સગવડતા માટે સંસ્થાના પ્રોજેક્ટની ચર્ચા કરવામાં આવેલ
આ પ્રસંગે ડોક્ટર નિર્જરીબેન મર્દાનિયા , ડોક્ટર લાલજીભાઈ વાઘિયાણી, શ્રી લક્ષ્મીશંકરભાઈ જોશી, શ્રી આશુતોષભાઈ વ્યાસ, શ્રી ભાવેશભાઈ સોની, શ્રી ગૌરવભાઈ રાજગોર,શ્રી અરવિંદભાઈ સંઘાર,શ્રી મિહીરભાઇ શાહ,શ્રી માધવીબેન જોશી , શ્રી રામભાઈ,તેમજ સંસ્થાના સભ્યશ્રીઓ ઉપસ્થિત રહેલા હતા