GMERS મેડિકલ કોલેજમાં ફી વધારા સામે આંદોલનની ચીમકી
GMERS મેડિકલ કોલેજમાં ફી વધારો પાછો નહીં ખેચાય તો ઉગ્ર આંદોલનની ચિમકી ઉચ્ચારવામાં આવી છે. ફીમાં બે લાખનો વધારો કરીને સાડા પાંચ લાખ કરી દેવાઈ છે. જેથી વિદ્યાર્થીઓમાં ભારે રોષ ફાટી નિકળ્યો છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે ફી વધારા સામે વિરોધ નોંધાવવાના ભાગરૂપે રાજ્યભરની GMERS સંચાલિત મેડિકલ કોલેજોમાં આવેદનપત્ર આપ્યું છે.