Lok Sabha Election 2024 /જાણો કોણે કેટલી સભાઓ કરી ?

Lok Sabha Election 2024
Lok Sabha Election 2024

Lok Sabha Election 2024 ચાલો જાણીએ કે કયા કદાવર નેતાએ ચૂંટણી દરમિયાન કેટલી સભાઓ ગજવી

Lok Sabha Election 2024 લોકસભા ચૂંટણીના સાતમા અને છેલ્લા તબક્કાનું ચૂંટણી પ્રચાર ગુરુવારે સાંજે સમાપ્ત થઈ ગયું છે. 1 જૂન શનિવારના રોજ અંતિમ તબક્કાનું મતદાન થવાનું છે. ચૂંટણીમાં તમામ રાજકીય પક્ષોએ જનતાને રીઝવવા ઘણી મોટી રેલીઓ, ચૂંટણી પ્રચાર અને રોડ શો કર્યા હતા. ચાલો જાણીએ કે કયા કદાવર નેતાએ ચૂંટણી દરમિયાન કેટલી સભાઓ ગજવી છે. 

Lok Sabha Election 2024 / તો પ્રથમ વાત કરીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની તો ચૂંટણી ઉત્સવ વચ્ચે પ્રધાનમંત્રીએ 75 દિવસમાં 206 રેલીઓ, કાર્યક્રમો અને રોડ-શો તેમજ લગભગ 80 ઈન્ટરવ્યૂ આપી પોતાનો જ રેકોર્ડ તોડી નાખ્યો છે. વર્ષ 2019ની ચૂંટણીમાં તેમણે 142 રેલીઓ કરી હતી. 

Lok Sabha Election 2024 /ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લોકસભાની ચૂંટણીમાં જાહેર સભાઓની બેવડી સદી ફટકારી હતી. આ સમયગાળા દરમિયાન તેમણે માત્ર 61 દિવસમાં 204 ચૂંટણી કાર્યક્રમો કર્યા.

Lok Sabha Election 2024 / 16 માર્ચથી 30 મે સુધીના 75 દિવસના સમયગાળા દરમિયાન કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ લગભગ 107 ચૂંટણી રેલીઓને સંબોધિત કરી હતી. આ સિવાય કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન 100થી વધુ જાહેર સભાઓ કરી હતી.

Lok Sabha Election 2024 / કોંગ્રેસ પાર્ટીએ કહ્યું કે તેમના સ્ટાર પ્રચારક પ્રિયંકા ગાંધી વાડ્રાએ સમગ્ર લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન 55 દિવસમાં 108 જાહેર સભાઓ અને રોડ શો કર્યા. પ્રિયંકાએ કુલ 16 રાજ્યો અને 1 કેન્દ્રશાસિત પ્રદેશમાં ચૂંટણી પ્રચાર કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *