માંડવીના મસ્કા નજીક ઇલેક્ટ્રિક સ્કૂટર પર જતી બાળાઓનો છોટા હાથી સાથે અકસ્માત સર્જાતા એકનું મોત ,એક ગંભીર ગંભીર
કચ્છ જિલ્લામાં પ્રતિદિન માર્ગ અકસ્માતની ઘટનાઓ સર્જાઈ રહી છે, જેના કારણે માસૂમ લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. આજે વધુ એક અકસ્માતની બીના માંડવી નજીકના મસ્કા ધોરીમાર્ગ પર બની છે. જેમાં શાળાએથી અભ્યાસ પૂર્ણ કરી ઇલેક્ટ્રિક સ્કુટટ ઉપર પોતાના ઘરે જતી બે સગીરા સામેથી આવતા છોટા હાથી સાથે ટકરાઈ જતા ગંભીર ઇજાઓ પામી છે. આ બનાવમાં એક તરુણીનું ઘટનાસ્થએજ કરુણ મોત નિપજ્યું છે, જ્યારે અન્ય એક તરુણી ને વધુ સારવાર અર્થે ભુજની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. અકસ્માતના પગલે સ્થાનિક લોકોમાં અરેરાટી વ્યાપી જવા પામી છે.
આ અંગે માંડવી પોલીસ મથકનો સંપર્ક સાધતા અકસ્માતની પુષ્ટિ કરી હતી. પ્રાથમિક નોંધ મુજબ હતભાગી બાગ ગામની 16 વર્ષીય પ્રાચી દિનેશભાઇ મૉતાનું ગંભીર ઇજાઓના કારણે સારવાર મળે તે પહેલાજ મૃત્યુ થયું હોવાનું કહ્યું હતું.
આ દરમિયાન બનાવના પગલે માંડવી ગામના સેવાભાવી અગ્રણી કીર્તિ ગોર, નરેન સોની, અનિલ મૉતા અને ખેરાજભાઈ સહિતના લોકો ઘટનાસ્થળે દોડી ગયા હતા અને ઘાયલ તરુણીઓને પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે ભુજ હોસ્પિટલમાં ખસેડવામાં મદદરૂપ બન્યા છે.હતભાગી યુવતીના મૃતદેહને જીકે જનરલમાં રખાયો છે, જ્યારે ઇજાગ્રસ્ત તરુણીની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.