CRIME: ઈન્ડીયન નેવીએ ગુજરાત પોલીસ સાથે સંયુક્ત ઓપરેશનમાં પોરબંદરના દરિયામાંથી 3300 કિલો ડ્રગ્સ સાથે 5 પાકિસ્તાનીઓની ધરપકડ કરી છે.
CRIME: ભારતમાં ડ્રગ્સ ઘુસાડવાનો પાકિસ્તાનનો કારસો નિષ્ફળ નીવડ્યો છે. ગુજરાતના પોરબંદર દરિયા કિનારેથી 3300 કિલો ડ્રગ્સના જથ્થા સાથે 5 પાકિસ્તાની નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે. ઈન્ડીયન નેવીએ આજે ટ્વિટ કરીને આ માહિતી આપી હતી. તાજેતરના સમયમાં ઝડપવામાં આવેલો ડ્રગ્સનો આ સૌથી વધારે જથ્થો છે. મંગળવારે નેવી દ્વારા પાકિસ્તાનના એક નાના જહાજને આંતરવામાં આવ્યું હતું જેમાં તપાસ કરવામાં આવતાં 3,089 કિલોથી વધુ ચરસ, 158 કિલો મેથામ્ફેટામાઇન અને ₹ 1,300 કરોડની કિંમતનું 25 કિલો મોર્ફિન મળી આવ્યું હતું. જહાજના પાંચ ક્રૂ, તમામ પાકિસ્તાની નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે. જે ડ્રગ્સ ઝડપાયુ છે તેમાં ચરસ પણ સામેલ છે અને એક કિલો ચરસની કિંમત 7 કરોડની આસપાસ છે.
CRIME : અમિત શાહે અભિનંદન પાઠવ્યાં
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે પણ એનસીબી, ભારતીય નૌકાદળ અને ગુજરાત પોલીસને “ઐતિહાસિક સફળતા” માટે અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું કે
પ્રધાનમંત્રી મોદીજીનાં નશીલા દ્રવ્યોથી મુક્ત ભારતનાં વિઝનને સાકાર કરતાં આપણી એજન્સીઓએ આજે દેશમાં નશીલા દ્રવ્યોની સૌથી મોટી ઓફશોર જપ્તી કરવાની ભવ્ય સફળતા હાંસલ કરી છે. એનસીબી, નેવી અને ગુજરાત પોલીસના સંયુક્ત ઓપરેશનમાં 3132 કિલો ડ્રગ્સનો મહાકાય જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. આ ઐતિહાસિક સફળતા આપણા રાષ્ટ્રને નશામુક્ત બનાવવાની અમારી સરકારની અતૂટ પ્રતિબદ્ધતાનો પુરાવો છે. આ પ્રસંગે હું એનસીબી, નેવી અને ગુજરાત પોલીસને અભિનંદન પાઠવું છું.