Vibrant Gujarat 2024 : અદાણી, અંબાણી અને ટાટાએ પણ ગુજરાત માટે કર્યા મોટા એલાન: જાણો વિગતવાર

Vibrant Gujarat 2024 : અદાણી ગ્રુપ હવે કચ્છમાં 25 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલ 30 GW ક્ષમતા સાથે ગ્રીન એનર્જી પાર્ક બનાવી રહ્યું છે, જે અવકાશમાંથી પણ જોઈ શકાશે

Vibrant Gujarat 2024 : વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024નું આજે PM મોદીએ ઉદ્ઘાટન કરતાંની સાથે જ ગુજરાત માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ વર્ષ 2025 સુધીમાં ગુજરાતમાં રૂ. 55000 કરોડનું રોકાણ કરવાની જાહેરાત કરી છે. તો અદાણી જૂથે આગામી પાંચ વર્ષમાં રૂ. 2 લાખ કરોડથી વધુનું રોકાણ કરવાની યોજના બનાવી છે. ગૌતમ અદાણીએ ગુજરાતના ગાંધીનગરમાં વાઈબ્રન્ટ ગુજરાત સમિટ (VGGS)માં આ જાહેરાત કરી હતી. આમાં મુખ્યત્વે ગ્રીન એનર્જી પાર્કનું નિર્માણ સામેલ છે જે અવકાશમાંથી પણ જોઈ શકાશે. આ દરમિયાન ગૌતમ અદાણીએ કહ્યું કે, આ રોકાણથી એક લાખ નોકરીઓનું સર્જન થશે.

Vibrant Gujarat 2024 : અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે, અદાણી ગ્રુપ હવે કચ્છમાં 25 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલ 30 GW ક્ષમતા સાથે ગ્રીન એનર્જી પાર્ક બનાવી રહ્યું છે, જે અવકાશમાંથી પણ જોઈ શકાશે. 2014થી, ભારતે જીડીપીમાં 185 ટકા વૃદ્ધિ અને માથાદીઠ આવકમાં 165 ટકા વૃદ્ધિ હાંસલ કરી છે, જે વૈશ્વિક રોગચાળા જેવા પડકારોને ધ્યાનમાં રાખીને પ્રભાવશાળી છે.

Vibrant Gujarat 2024 : ટાટા (TATA) ગ્રુપે શું કહ્યું ?

ટાટા (TATA) ગ્રુપે પણ ગુજરાતમાં રોકાણની જાહેરાત કરી હતી. જૂથના જણાવ્યા અનુસાર ગુજરાતના ધોલેરામાં સેમિકન્ડક્ટર ફેક્ટરી સ્થાપવામાં આવશે. ટાટા (TATA) સન્સના ચેરમેન એન ચંદ્રશેખરને જણાવ્યું હતું કે, જૂથ બે મહિનામાં સાણંદમાં લિથિયમ-આયન બેટરી બનાવવા માટે 20 GW ગીગા ફેક્ટરી શરૂ કરવા જઈ રહ્યું છે. તેમણે કહ્યું કે ટાટા (TATA) ગ્રૂપે એક ઠરાવ કર્યો હતો જે પૂરો થવાનો છે. ધોલેરામાં વિશાળ સેમિકન્ડક્ટર ફેબની પણ જાહેરાત. ચંદ્રશેખરને જણાવ્યું હતું કે, સેમિકન્ડક્ટર ફેબ માટેની વાટાઘાટો પૂર્ણતાના આરે છે અને તે 2024માં કાર્યરત થશે.

Vibrant Gujarat 2024 : મુકેશ અંબાણીએ શું કહ્યું ?

Vibrant Gujarat 2024 : રિલાયન્સ ગ્રુપના મુકેશ અંબાણીએ કહ્યું કે, તેમની કંપની રિલાયન્સ હજીરામાં ભારતની પ્રથમ અને વિશ્વ કક્ષાની કાર્બન ફાઇબર સુવિધા સ્થાપિત કરશે. અંબાણીએ કહ્યું કે, છેલ્લા 10 વર્ષોમાં જ રિલાયન્સે સમગ્ર ભારતમાં વિશ્વ-સ્તરની સંપત્તિ અને ક્ષમતાઓ સ્થાપિત કરવા માટે US $150 બિલિયન (12 લાખ કરોડ) કરતાં વધુનું રોકાણ કર્યું છે. આમાંથી ત્રીજા ભાગ કરતાં વધુ રોકાણ માત્ર ગુજરાતમાં જ થયું હતું. આ સિવાય આર્સેલર મિત્તલના એક્ઝિક્યુટિવ ચેરમેન લક્ષ્મી મિત્તલે જણાવ્યું હતું કે, કંપની 2029 સુધીમાં ગુજરાતના હજીરામાં વિશ્વની સૌથી મોટી સ્ટીલ મેન્યુફેક્ચરિંગ ફેક્ટરીનું નિર્માણ કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *