
MANDVI: એનડીઆરએફ, આર્મી અને પીજીવીસીએલની ટીમે સંયુક્ત કામગીરી કરીને પડકારજનક પરિસ્થિતિમાં ટોપણસર તળાવ વચ્ચે રહેલા વીજ પોલની મરમ્મત કરી
MANDVI : બિપરજોય વાવાઝોડાના કારણે કચ્છમાં વીજ પોલને મોટાપાયે નુકસાન થયું છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પ્રાથમિકતા આપીને યુદ્ધના ધોરણે વીજ પુરવઠો પુનઃસ્થાપિત થાય તે દિશામાં કામગીરી કરવામાં આવી રહી છે.

વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવા માટે સમગ્ર જિલ્લામાં પૂરજોશથી કામગીરી
MANDVI : માંડવીના ટોપણસર તળાવ વચ્ચે આવેલા વીજ પોલના વાયરિંગમાં નુકસાની થઈ હોવાથી તેની મરમ્મત કરવી જરૂરી હતી. જોકે, તળાવમાં પાણી ભરેલું હોવાથી ત્યાં પગપાળા પહોંચી શકાય એવી સ્થિતિ નહોતી.
MANDVI : આ પડકાર પરિસ્થિતિમાં એનડીઆરએફ, આર્મીની મદદ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા લેવામાં આવી હતી. એનડીઆરએફ અને આર્મીની મદદથી વીજ કર્મચારીઓના તળાવની વચ્ચેના વીજ પોલ સુધી પહોંચી શક્યા હતા.
MANDVI : જે બાદ વીજ કર્મચારીઓએ વીજ પોલની મરમ્મત કરી હતી. ઉલ્લેખનીય છે કે, વીજ લાઈનમાં ફોલ્ટ શોધીને તેનું નિવારણ લાવી વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવા માટે સમગ્ર જિલ્લામાં પૂરજોશથી કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.