BSE
BSE: ગત સપ્તાહે ટોચની 10માંથી છ કંપનીઓના બજાર મૂલ્યમાં રૂપિયા 70,486.95 કરોડ ઘટ્યું હતું. જેમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને તાતા કન્સલ્ટન્સી સર્વિસના (ટીસીએસ) બજાર મૂલ્યમાં સૌથી વધારે ઘટાડો જોવા મળ્યો હતો. ગત સપ્તાહે બીએસઈ સેન્સેક્સ 298.22 પોઈન્ટસ અથવા 0.48 ટકા ઘટ્યો છે.
BSE: જ્યારે વૈશ્વિક મિશ્ર વલણ ગત સપ્તાહે સેન્સેક્સ અડધા જેટલાના ઘટાડા સાથે અટક્યો હતો. સપ્તાહની શરૂઆત સકારાત્મક સંકેત સાથે થઈ હતી તે પછી પ્રોફિટ બુકિંગને પગલે સેન્સેક્સના નરમાઈ જોવા મળી હતી, તેમ રેલિગેર બ્રોકિંગ લિમિટેડના વાઈસ પ્રેસિડન્ટ અજિત મિશ્રાએ જણાવ્યું હતું. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનું બજાર મૂલ્ય રૂપિયા 27,941.49 કરોડ ઘટીને રૂપિયા 16,52,702.63 કરોડ રહ્યું હતું. જ્યારે ટીસીએસનું બજાર મૂલ્ય રૂપિયા 19,027.06 કરોડના ઘટાડા સાથે રૂપિયા 11,78,854.88 કરોડ રહ્યું હતું. જ્યારે એચડીએફસી બેન્કની માર્કેટ કેપ રૂપિયા 10,527.02 કરોડ ઘટીને રૂપિયા 9,20,568.10 કરોડે રહી હતી જ્યારે એચડીએફસીનું બજાર મૂલ્ય રૂપિયા 9,585.82 કરોડના ઘટાડા સાથે રૂપિયા 4,99,848.62 કરોડ રહ્યું હતું. સેન્સેક્સની કંપનીઓ ટોચની 10 કંપનીઓમાં સૌથી મોખરે હતી. તે પછી ટીસીએસ, એચડીએફસી બેન્ક, આઈસીઆઈસીઆઈ બેન્ક, હિન્દુસ્તાન યુનિલિવર, ઈન્ફોસિસ, આઈટીસી, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા, એચડીએફસ અને ભારતી એરટેલનો સમાવેશ થાય છે.