MANDVI
MANDVI: માંડવી શહેર મધ્યે ૧૦૦મી મન કી બાત કાર્યક્રમ ની ઉજવણી
માંડવી ( MANDVI) શહેર મધ્યે આવેલ બુથ નંબર 147 મધ્યે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ ના 100 માં મન કી બાત કાર્યક્રમ નું આયોજન પ્રકૃતિ ના સાનિધ્ય માં મહિલાબાગ મધ્યે કરવામાં આવ્યું.
MANDVI: માંડવી શહેર મધ્યે ૧૦૦મી મન કી બાત કાર્યક્રમ ની ઉજવણી
દાંતીવાડા માં આતંકી હમલા માં શહીદ થયેલા જવાનો ને શ્રદ્ધાંજલિ અર્પણ કરી કાર્યક્રમ ની શરૂઆત કરવામાં આવી, મન કી બાત કાર્યક્રમ સાંભળ્યા બાદ માંડવી (MANDVI) મધ્યે પ્રકૃતિન આ જતન માટે કાર્ય કરતી સંસ્થા સિક્યોર નેચર સોસાયટી ના સભ્યો ને સન્માનિત કરવામાં આવ્યા, આ સંસ્થા દ્વારા ચકલીઘર વિતરણ કરવામાં આવ્યા…
આ કાર્યક્રમ માં (MANDVI) માંડવી શહેર ભાજપ પ્રમુખ દેવાંગભાઈ દવે, મહામંત્રી કમલેશભાઈ ગઢવી, પૂર્વ નગરપતિ નરેન્દ્રભાઈ પીઠડીયા, મેહુલભાઈ શાહ, સુજાતાબેન ભાયાની, ઊર્મિલાબેન પીઠડીયા, ચેમ્બર ના પ્રમુખ વાડીલાલભાઈ દોશી, પૂર્વ નગરસેવક શૈલેષભાઈ મડિયાર, હેમાંગભાઈ કાનાણી ,પ્રવાસી કાર્યકર તરીકે યુવા ભાજપ ના ઉપપ્રમુખ ઉદય ધકાણ, મન કી બાત કાર્યક્રમ માંડવી શહેર ના ઇન્ચાર્જ જયભાઈ જખિયા, સહઇન્ચાજ દેવીયાન ગઢવી ઉપસ્થિત રહ્યા..
વોર્ડ નંબર 9 ના નગરસેવક અને ટાઉન પ્લાનિંગ ચેરમેન પારસભાઈ સંઘવી દ્વારા કાર્યક્ર્મ નું આયોજન કરવામાં આવ્યું હતું.