વડોદરાના નવા મેયર તરીકે નિલેશ રાઠોડના નામની જાહેરાત થઈ

વડોદરાના નવા મેયર તરીકે નિલેશ રાઠોડના નામની જાહેરાત થઈ છે. કોર્પોરેશનમાં સામાન્ય સભા પહેલા તેમનું નામ જાહેર કરવામાં આવ્યું છે.

વડોદરા ના નવા મેયર તરીકે નિલેશ રાઠોડના નામની જાહેરાત થઈ છે. કેયૂર રોકડિયા ધારાસભ્ય તરીકે ચૂંટાયા હોવાથી તેમણે મેયર પદેથી રાજીનામું આપ્યું હતું. ત્યારે હવે મેયરની ખુરશી નિલેશ રાઠોડને સોંપવામાં આવી છે.

વડોદરા શહેરને આજે નવા મેયર મળ્યા છે. વડોદરાના મેયર તરીકે નિલેશ રાઠોડ ની વરણી કરાઈ છે. નિલેશ રાઠોડ વડોદરાના 26માં મેયર બન્યા છે. મહત્વનું છે કે, વડોદરાના મેયર કેયુર રોકડિયા કે જેઓ સયાજીગંજ બેઠકના ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. જેથી તેમણે ગત 21 ફેબ્રુઆરીએ તેમણે મેયર પદેથી રાજીનામું આપ્યું હતું. તેમણે તેમનું રાજીનામું વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના સેક્રેટરી ચિંતન દેસાઈને સોંપ્યુ હતું. જે બાદ નવા મેયર કોણ બનેશે તેના પર સૌની નજર મંડાયેલી છે.

6 મહિના સુધી સંભાળશે કાર્યભાર


ત્યારે હવે તમામ અટકળોનો અંત આવ્યો છે. મેયર તરીકે નિલેશ રાઠોડની વરણી કરાઈ છે. તેઓ 20 સપ્ટેમ્બર સુધી એટલે કે 6 મહિના સુધી જ મેયરનો કાર્યકાળ સંભાળશે. મેયર પદ માટે 5 વર્ષની બે ટર્મની વ્યવસ્થા છે. જેમાં પહેલી ટર્મ જનરલ કેટેગરીના પુરુષ ઉમેદવાર માટે જ્યારે બીજી ટર્મ મહિલા ઉમેદવાર માટે અનામત છે.

કોણ છે નિલેશ રાઠોડ?

નિલેશ રાઠોડ યોગેશ પટેલના ખાસ અંગત છે, તેઓ શહેરના વોર્ડ 17ના કોર્પોરેટર છે. સામાન્ય પરિવારમાંથી આવતા નિલેશ રાઠોડ સતત 3 ટર્મથી ચૂંટાઇ આવ્યા છે.નિલેશ રાઠોડ હાલની સ્ટેન્ડિંગ કમિટીમાં સભ્ય પદ ધરાવે છે. તેઓ પૂર્વ શાસકના નેતા તરીકે રહી ચૂક્યા છે. પ્રદેશમાંથી મેન્ડેટમાં ફરી વખત યોગેશ પટેલનો સિક્કો ચાલ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *