મોરબીના ઘૂટું નજીક ગેરેજની દીવાલ કુદીને ચોરીના ઈરાદે ઘૂસેલો ઇસમ ઝડપાયો
મોરબી નજીક ઘૂટું રોડ પર વહેલી સવારે ગેરેજની દીવાલ કુદીને અંદર ચોરીના ઈરાદે આવેલ ઇસમ ઝડપાયો હોય જે મામલે પોલીસ મથકમાં જાણ કરતા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે
મોરબીના મહેન્દ્રનગર ગામના રહેવાસી કુલદીપ કુંવરજીભાઈ કાલરીયાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ઘૂટું રોડ પર બહુચર મોટર ગેરેજ નામની દુકાન આવેલ છે જેને ફરતે આશરે આઠથી દશ ફૂટની દીવાલ કરેલ છે અને અંદરના ભાગે ઓફીસ આવેલ છે જેમાં તા. ૦૪ ના વહેલી સવારે છ કલાકે મોબાઈલ પર મહેન્દ્રભાઈનો ફોન આવ્યો હતો અને જણાવ્યું હતું કે હમણાં થોડીવાર પહેલા ગેરેજની દીવાલ ટપીને એક ઇસમ ચોરી કરવા અંદર આવ્યો હતો અને તેઓ જાગી ગયા હોય જેથી પકડી પાડ્યો હતો ફરિયાદી કુલદીપ નજીકમાં જ રહેતા હોવાથી ગેરેજે જઈને જોયું તો કારીગર મહેન્દ્રભાઈ ત્યાં હાજર હતા અને અજાણ્યા ઇસમની પૂછપરછ કરતા તેને પોતાનું નામ જીતુભાઈ ગોવિંદભાઈ પરમાર રહે મૂળ જોડિયા હાલ પાડા પુલ નીચે મોરબી વાળો હોવાનું જણાવ્યું હતું અને વહેલી સવારે ચોરી કરવા આવ્યાનું જણાવ્યું હતું જે રીક્ષા લઈને આવ્યો હતો અને બહારના ભાગે રાખી હતી દરમીયાન આસપાસના લોકો એકત્ર થઇ ગયા હતા જે ચોર ઈસમને દીવાલ કુદીને અંદર આવતા પગમાં ઈજા પહોંચી હતી
જે બનાવ મામલે પિતાની સલાહ મુજબ પોલીસને જાણ કરી હતી જેથી જીતુભાઈને પોલીસ સ્ટેશને લાવ્યા હતા સીટી બી ડીવીઝન પોલીસે આરોપી જીતુભાઈ ગોવિંદભાઈ પરમાર વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે