કચ્છમાં ઠંડી એ કહેર વર્તાવ્યો છે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઑથોરીટી દ્વારા આગામી ૪૮ કલાક દરમિયાન કચ્છમાં મોટાભાગના સ્થળોએ કોલ્ડ વેવ છવાઈ જવાની ચેતવણી નાગરિકોને એસએમએસથી અપાઈ રહી છે.
કડકડતી ઠંડીને અનુલક્ષીને જિલ્લાની તમામ માધ્યમિક શાળાઓનો સમય એક સપ્તાહ માટે એક કલાક મોડો કરવાની સૂચના આપી છે.
શિક્ષણાધિકારી સંજય પરમારે આવતીકાલ ૧૭-૦૧-૨૦૨૩થી સવારની શાળાઓનો સમય સવારે ૮.૩૦થી બપોરના ૨.૧૦ સુધી કરવા અને શનિવારે ૮.૩૦થી ૧૨.૩૦નો સમય રાખવા સૂચના જારી કરી છે. કચ્છ જિલ્લા સરકારી શિક્ષક સંઘે કરેલી રજૂઆતના પગલે આ નિર્ણય લેવાયો છે. સામાન્ય રીતે સવારની શાળાઓનો સમય ૭.૨૦નો હોય છે.