અમદાવાદનો બહુ ચર્ચેતિ કાંકરિયા કાર્નિવલનો આખરે પ્રારંભ થઈ ચૂક્યો છે, રવિવારે સાંજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેને ખુલ્યો મુક્યો હતો
અમદાવદામાં કાકરિયા કાર્નિવલનો આજથી પ્રારંભ થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કાર્નિવલનો આજે ખુલ્લો મુક્યો છે. 25થી 31 ડીસેમ્બર સુધી કાકરિયા કાર્નિવલ ચાલશે જેથી ટ્રાફિકને લઈ સમસ્યા ન થાય તે માટે તૈયારીઓ કરવામાં આવી છે.
અમદાવાદમાં ટ્રાફિક પોલીસ સતર્ક
કાકરિયા આસપાસ ટ્રફિક ન થાય તે માટે ટ્રાફિક પોલીસે નો પાર્કિગ ઝોન, નો સ્ટોપ અને નો યુ ટર્નનના રૂટ જાહેર કર્યા છે. તેમજ કેટલાક માર્ગો પર સવારે 7થી રાતના એક વાગ્યા સુધ ભારે વાહનો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
કેમેરાથી સમગ્ર કાર્યક્રમ પર નજર રખાશે
કાર્નિવલ દરમ્યાન કોઈ અનિચ્છનિય ઘટના ન બને તે માટે મેડીકલ સહિતની ટીમ તેમજ મેડીકલવાન પણ ત્યાં રાખવામાં આવ્યાં છે. તેમજ સુરક્ષાના ભાગરૂપે સમગ્ર કાંકરિયામાં સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યાં છે. તેમજ તેના માટે અલગ કંટ્રોલ રૂમ પણ બનાવવામાં આવ્યો છે.
6 દિવસ સુધી યોજાશે અલગ-અલગ કાર્યક્રમો
અમદાવાદના આંગણે 25મી ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી કાંકરિયા કાર્નિવલનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે. કાંકરિયા કાર્નિવલમાં ગેટ નંબર 1, 2 અને 3 કુલ ત્રણ જગ્યાએ સ્ટેજ રાખવામા આવ્યા છે. જેમાં રાજભા ગઢવી, વિજય સુવાળા, સાંઈરામ દવે, ભૌમિક શાહ, આદિત્ય ગઢવી સહિતના કલાકારો ભજન સાહિત્યની રમઝટ બોલાવશે. ત્યારબાદ રાત્રે 10 વાગ્યે લેસર બીમ શૉનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત પોલીસ દ્વારા હોર્સ શો અને ડોગ શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
બાળકો માટે બાળ નગરી ઉભી કરાઈ
વધુમાં આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન પોલીસ દ્વારા તીસરી આંખ થકી સતત મોનીટરીંગ અને નજર રાખવામાં આવશે. વધુમાં અલગ પોલીસ કંટ્રોલરૂમ પણ ઉભો કરવામાં આવ્યો છે. આ અવસરે 25 લાખથી વધુ લોકો કાંકરિયા લેકફ્રન્ટની મુલાકાત લઈ શકશે જે તમામને નિઃશુલ્ક પ્રવેશ આપવામા આવશે. આ ઉપરાંત નાના બાળકો માટે બાળનગરી બનાવાઈ છે. કાંકરીયા કાર્નિવલ દરમિયાન જુદા જુદા સ્થળોએ મેડિકલ ટીમ અને વિખુટા પડી ગયેલા બાળકો માટે લોસ્ટ એન્ડ ફાઉન્ડેશનના સભ્ય કામગીરી કરશે.