અપક્ષ માંથી ઉમેદવારી કરનાર કેશોદના પૂર્વ ધારાસભ્ય ભાજપમાંથી સસ્પેન્ડ કરાયા

કેશોદ વિધાનસભા બેઠક પર વર્તમાન ધારાસભ્ય અને પશુપાલન મંત્રી દેવાભાઈ માલમ ને ટિકિટ આપવામાં આવી હતી જેની સામે કેશોદના સર્વે સમાજની મિટિંગ મળી હતી અને તેમાં ભાજપના સ્થાનિક ઉમેદવારને ટિકિટ ન મળવા મુદ્દે વિરોધ કરવામાં આવ્યો હતો અને પૂર્વ ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણીએ ભાજપના સામાન્ય સભ્ય પદ પરથી રાજીનામું આપી દીધું હતું અને અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડવા નિર્ણય કર્યો હતો અને ભાજપના પૂર્વ ધારાસભ્ય અરવિંદભાઈએ અપક્ષ માંથી ઉમેદવારી નોંધાવી હતી પક્ષ સામે બળવો કરી અપક્ષ ઉમેદવારી કરનાર કેશોદના પૂર્વ ધારાસભ્યને ભાજપ પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે

આમ વર્તમાન ધારાસભ્યને ટિકિટ મળતા બળવો કરવા બદલ ભાજપ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે કેશોદ વિધાનસભા બેઠક ઔર વર્તમાન ધારાસભ્યને ટિકિટ મળતા તેનાથી નારાજ થઈ પૂર્વ ધારાસભ્યએ ભાજપમાંથી રાજીનામું આપી દીધું હતું અને કેશોદ બેઠક પર અપક્ષની ઉમેદવારી નોંધાવી હતી આથી પ્રદેશ ભાજપ દ્વારા કેશોદના પૂર્વ ધારાસભ્યને ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે પૂર્વ ધારાસભ્ય એ અપક્ષ માંથી ઉમેદવારી કરી છે તેના કારણે ભાજપને નુકસાન થવાની પણ સંભાવના છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *