
ગાંઘીનગર રાયસણ ખાતે ગાંઘીનગર દક્ષિણ વિધાનસભાના ઉમેદવાર અલ્પેશ ઠાકોરની ઉમેદવારી ફોર્મ ભરાવા જતા પહેલા જનસમર્થનનામાં જંગી જાહેરસભા યોજાઇ હતી. આ જંગીસભામાં રાજયના મ્રદુ અને મક્કમ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ અને પ્રદેશ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાજી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ જાહેરસભામાં ગાંઘીનગર સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન જસુભાઇ પટેલે પ્રાંસગીક સંબોધન કર્યુ હતું.

રાજયના વર્તમાન મુખ્યમંત્રી અને ભાવિ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે સંબોધન કરતા જણાવ્યું કે, હળવી શૈલીમાં કહ્યુ કે દાદા બહુ ઓછુ બોલે છે … પણ હું તમે બોલો કે ન બોલો તમારા હ્રદયની વાત હું સમજી જઉ છું અને તમને વધુમાં વધુ કામમાં આવી શકું છું. ભાજપનો કાર્યકર ચૂંટણી લક્ષી કામ કરવા ટેવાયેલો નથી. ભાજપનો કાર્યકર દેવદુલર્ભ છે. કોરોના જેવી મહામારીમાં લોકોએ પોતાના મા –બાપ, કોઇએ પત્નિને કોઇએ ભાઇને અજ્ઞીદાહ આપવાનું છોડી દીધું પણ આવી મહામારીમાં ભાજપનો કાર્યકર પ્રજા વચ્ચે રહી છેક સુઘી સેવા કરી છે અને આ કામ ભાજપનો કાર્યકર જ કરી શકે. કોરોના મહામારીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાહેબે ફ્રી રસી, ફ્રી અનાજ આપી કોરોનાથી ઉગારી દીધા છે.

ભુપેન્દ્રભાઇ પટેલે વધુમાં જણાવ્યું કે, ગુજરાત અને દેશમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી વિકાસની રાજનીતી પ્રસ્થાપિત કરી છે. મે અને મારી ટીમે પણ વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદી સાહેબના માર્ગદર્શનમાં કામ કર્યુ છે. ભાજપના કાર્યકરોએ અને સરકારે જનતા માટે કામ કર્યુ છે તેથી આજે ભરોસો આપણી ગુજરાતની જનતાએ મુક્યો છે. ભારતીય જનતા પાર્ટીના દરેક ઉમેદવારને જંગી મતદાન થકી વિજય અપાવી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી હાથ મજબૂત કરીએ.