દિકરીઓને પ્રેમ જાળમાં ફસાવનાર લવ જેહાદી તત્વો સામે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે કહી આ વાત

તમે જાત જાતના ફતવા બહાર પાડો છો તો કોઈએ હિન્દુની છોકરીઓ સાથે લગ્ન કરવા નહીં આ ફતવો કેમ બહાર નથી પાડતા. દિકરીઓને પ્રેમ જાળમાં ફસાવનાર લવ જેહાદીઓના મામલે નિતીન પટેલે પોતાનું નિવેદન આપ્યું હતું. આ સાથે તેમને લવ જેહાદના મુદ્દાને લઈને કેટલીકવાત પણ જાહેરસભામાં કહી હતી. 

ઉત્તર ગુજરાતમાં પાટણમાં નિકળેલી ગૌરવ યાત્રા દરમિયાન મોટું નિવેદન નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ દ્વારા આપવમાં આવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, બહેન દિકરીઓની છેડતી કરનાર સામે કાર્યવાહી કરાય તો આરોપ લાગે છે. તમે એવો ફતવો કેમ બહાર નથી પાડતા કોઈ હિન્દુની છોકરી સાથે લગ્ન ના જ કરવા. આમ ચોક્કસ જ્ઞાતિના લોકો પછીથી હેરાન કરતા હોવાની ફરીયાદ કરે છે તેમ નિતીન પટેલે આક્ષેપ લગાવતા આ વાત કહી હતી.



બહેન દિકરીઓની છેડતી કરે અને ત્યારે સરકાર કડક વલણ અપનાવે ત્યારે ફલાણાં કોમને તમે હેરાન કરો છો એવું કહેવામાં આવે છે. તમે જાત જાતના ફતવા બહાર પાડો છો તો કોઈએ હિન્દુની છોકરીઓ સાથે લગ્ન કરવા નહીં તેમ ફતવો બહાર પાડો. આપણી છોકરીઓને લઈ જઈ ખાનગીમાં નિકાહ પઢી લે છે.

તેમ નિતીન પટેલે તેમના નિવેદનમાં જણાવ્યું હતું. તેમને કહ્યું હતું કે, મોટા મૌલાનાઓ છે તે આ વિશે ફતવો કેમ બહાર પાડતા નથી. આમ નિતીન પટેલે પાટણની ગૌરવ યાત્રા દરમિયાન લવ જિહાદના મુદ્દાને લઈને આ વાત કહી હતી. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *