8 GANESH PANDAL ROBBED : સુરતમાં એક જ રાતમાં 8 ગણેશ પંડાલમાં ચોરી, 2 ધારાસભ્યો અને પોલીસના ઉચ્ચ અધિકારીઓએ ઘટનાસ્થળે મુલાકાત લીધી

8 GANESH PANDAL ROBBED : સુરતમાં એક જ રાતમાં 8 ગણેશ પંડાલમાં ચોરી, 2 ધારાસભ્યો અને પોલીસના ઉચ્ચ અધિકારીઓએ ઘટનાસ્થળે મુલાકાત લીધી

8 GANESH PANDAL ROBBED IN SURAT
8 GANESH PANDAL ROBBED IN SURAT

8 GANESH PANDAL ROBBED : સુરતના મહિધરપુરા વિસ્તારમાં તસ્કરોએ એક જ રાતમાં આઠ ગણેશ પંડાલનો નિશાન બનાવી ચોરી કરતા ભક્તોમાં રોષ ફેલાયો છે. મહિધપુરાના દારુખાના રોડ પર આવેલા અલગ અલગ ગણેશપંડાલમાં ગતરાત્રિએ તસ્કરોએ ત્રાટકી ચાંદીની મૂર્તિ, દીવા અને રોકડ સહિતના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરી કરવા આવેલા તસ્કરો સીસીટીવીમાં કેદ પણ થયા છે. ઘટનાના પગલે ધારાસભ્યો અને પોલીસના ઉચ્ચ અધિકારીઓએ ઘટનાસ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

8 GANESH PANDAL ROBBED
8 GANESH PANDAL ROBBED

8 GANESH PANDAL ROBBED : મહિધરપુર વિસ્તારના દારૂખાના રોડ પર આવેલા અલગ અલગ આઠ ગણેશ પંડાલમાં ચોરીનો પ્રયાસ કરાયો. તસ્કરો અલગ અલગ પંડાલમાંથી ચાંદીની મૂર્તિ, રોકડ રકમ અને પૂજા અર્ચના માટે રાખવામાં આવેલો સામાન ઉઠાવી ગયા છે. એક ગણેશ પંડાલમાં ગણેશજીની નાની મૂર્તિને ખંડિત કરવામાં આવી છે. એક જ રાતમાં આઠ ગણેશ પંડાલમાં ચોરી થતા ભક્તોમાં રોષ ફેલાયો છે. ચોરી કરવા આવેલા તસ્કરોએ ગણેશજીની એક મૂર્તિને ખંડિત કરતા લોકોએ સવારે ખંડિત મૂર્તિને દૂર કરી નવી મૂર્તિની સ્થાપના કરી હતી.

ઘટનાના પગલે ધારાસભ્ય અરવિંદ રાણા અને કાંતિ બલર ઘટનાસ્થળ પર પહોંચ્યા છે. જ્યારે પોલીસના ડીસીપી અને એસીપી કક્ષાના અધિકારીઓએ પણ ઘટનાસ્થળ પર પહોંચી તસ્કરોની શોધખોળ શરૂ કરી છે. ચોરી કરવા આવેલા તસ્કરો સીસીટીવીમાં કેદ થયા હોય તેના આધારે ઓળખ મેળવવા પ્રયાસો હાથ ધરવાામાં આવ્યા છે.

8 GANESH PANDAL ROBBED CCTV
8 GANESH PANDAL ROBBED CCTV

8 GANESH PANDAL ROBBED : જે જગ્યાએ ચોરીનો બનાવ બન્યો છે ત્યાં રાત્રિના 2 વાગ્યા સુધી તો લોકો બેસ્યા હતા. ત્યારબાદ બે લોકોએ આવી આ ચોરીને અંજામ આપ્યો હોવાની આશંકા છે. માત્ર 50 મીટર નજીક આવેલા ચાર ગલીના ચાર મંડપમાં ચોરીની ઘટના બની છે. એક બાદ એક ગલીમાં જઈને દરેક ગણેશ મંડપમાં ચોરી કરવામાં આવી છે. ગણેશજીની ચાંદી અને પીતળની મૂર્તિની ચોરી થઈ છે.

ડીસીપી રાઘવ જૈને સ્પષ્ટતા કરી હતી કે આ ઘટના માત્ર ચોરીનો પ્રયાસ છે અને તેનો કોઈ ધાર્મિક લાગણી દુભાવવાનો ઈરાદો નથી. તેમણે જણાવ્યું કે, “અમને જાણ થઈ છે કે ચોરી કરનાર વ્યક્તિ હિન્દુ સમાજમાંથી જ છે. આ ઘટના માત્ર ચોરીની છે, કોઈ ધાર્મિક તણાવ ઊભો કરવાનો ઈરાદો નથી.”

તેમણે લોકોને અપીલ કરી છે કે તેઓ કોઈપણ પ્રકારની અફવાઓ પર ધ્યાન ન આપે અને શાંતિ જાળવે. પોલીસે આયોજકો, સ્થાનિક ધારાસભ્યો અને આગેવાનો સાથે પણ મુલાકાત કરીને પરિસ્થિતિની સમીક્ષા કરી છે. આ બેઠકો બાદ સ્થાનિક લોકોએ ગણેશ પંડાલોમાં આરતી પણ કરી હતી, જે શાંતિ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણ જાળવવાનો સંકેત આપે છે. આ ઘટનાની વધુ તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *