માંડવી નગર પાલિકા દ્વારા નાણાકીય વર્ષ એપ્રિલ ૨૦૨૨- માર્ચ૨૦૨૩ પૂર્ણ થતા માંડવી નગર સેવા સદને વેરા વસુલાત ક્ષેત્રે માનું વર્ષની રકમ તેમજ અગાઉના વર્ષ રકમ મળી કુલ્લે રૂપિયા વસુલાત સામે ચાલુ વર્ષે તેમજ ગત વર્ષની કુલ્લે રૂપિયા ૩૭૮.૨૦ લાખ વસુલાત કરેલ છે.
માર્ચ મહિનાના અંતિમ દિવસે મોડી સાંજ સુધી કચેરી ધમધમતી રહી હતી. અને ટીમો દ્વારા પણ મોડી સાંજ સુધી સ્થળ પર વેરા ઝુંબેશની કામગીરી ચાલુ રાખવામાં આવી હતી.
આ અંગે માહિતી આપતા નગર સેવા સદનના અધ્યક્ષા હેતલબેન સોનેજી,ટેક્સ કમિટિના ચેરમેન વિજય ચોહાણ, કારોબારી ચેરપર્સન જિજ્ઞાબેન હોદાર તેમજ કાર્યકારી મુખ્ય અધિકારી જિગરભાઈ પટેલે જણાવ્યું હતું કે, માંડવી નગર સેવા સદન દ્વારા વર્ષ એપ્રિલ ૨૦૨૨-૨૩ માર્ચમાં વેરા વસુલાત માટે મિલ્કત ધારકોને બિલ આપવામાં આવ્યા હતા. વેરા વસુલાત ઝુંબેશને સઘન બનાવવા માટે ડોર ટુ ડોર ટીમ બનાવી સ્થળ પર વેશ વસુલાતની કામગીરી ઓક્ટોમ્બર ૨૦૨૨થી કરવામાં આવી હતી. મિલ્કત ધારકો સમયસર વેરો ભરપાઈ કરે તે માટે રિક્ષા મારફતે લાઉડ સ્પીકર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી.
જે અન્વયે ગત વર્ષ તેમજ ચાલુ વર્ષની કુલ્લે ૨કમ રૂપિયા ૪૬૨.૦૩૮૫ લાખ માંથી રૂપિયા ૩૭૮.૨૦ લાખ વસુલાત કરવામાં આવે છે.
ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે મિલ્કત ધારકોને વેરામાં રાહત મળે તે માટે આઝાદી ક અમૃત મહોત્સવ વળતર યોજના જાહેર કરેલ, જે સંદર્ભે મોટા ભાગના મિલ્કત ધારકોએ આ યોજનાનો લાભ મેળવેલા છે, જે મિલ્કત ધારકોએ વેશ ભરપાઈ કરવામાં ઉદાનતા દાખવેલ છે. તેવા મિલ્કત ધારકોને વર્ષ એપ્રિલ-૨૦૨૩-માર્ચ૨૦૨૪ માં સદર મિશ્ચિત્ત ધારકો પાસેથી ૧૮% વ્યાજ તેમજ દંડની રકમ વસુલ કરવામાં આવનાર છે.
માંડવી નગર સેવા સદન દ્વારા નાણાકીય એપ્રિલ ૨૦૨૨- માર્ચ ૨૦૧૩માં ગત વર્ષ તેમજ ચાલુ વર્ષની વેરા વસુલાત ઝુંબેશને વેગ આપવા માટે હેડ ક્લાર્ક કાનજી શિરોખાની દોરવણી હેઠળ ૧ થી ૯ વીર્ડમાં ખાસ ટીમ બનાવી સ્થળ પર વસુલાત કરવામાં આવી હતી. આ ઝુંબેશ દરમ્યાન રમેશ ઝાલા, જીશ ભેદા, ધવલ જેઠવા, વિનોદ મહેશ્વરી, વિપુલ ઝાલા, હિતેષ કષ્ટા, પિંગલ જોષી, જિતેશ ખેતાણી, વજેશ મહેશ્વરી, સુનિલ ઠાકર, ભુપેન્દ્ર સલાટ, મેહુલ ભટ્ટ, સાગર મહેશ્વરી, મૌશિન કોરેજા, સાવનસિંહ રાઠોડ, શંકર ચૌહાણ ભીમજી ફુફલ, સહયોગી રહ્યા