વૈશ્વિક અર્થતંત્રએ 2023માં મંદીનો સામનો કરવો પડશેઃ IMF

રોઇટર્સઃ વર્ષ 2023 અર્થતંત્રની દ્રષ્ટિએ 2022ની તુલનાએ કઠિન રહેશે. વૈશ્વિક ગ્રોથના મુખ્ય એન્જિન-અમેરિકા, યુરોપ અને ચીનનમાં આર્થિક કામગીરી નબળી રહેવાની ધારણા છે, એમ ઇન્ટરનેશનલ મોનિટરી ફંડના મેનેજિંગ ડિરેક્ટર ક્રિસ્ટિલિના જ્યોર્જિવાએ જણાવ્યું હતું. ઓક્ટોબરમાં IMFએ 2023 અંગેનો વૈશ્વિક આર્થિક ગ્રોથનું આંકલનમાં કાપ મૂક્યો હતો.  રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ અને સતત વધતા ફુગાવાના દરને કારણે મધ્યસ્થ બેન્કો- ખાસ કરીને US ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરોમાં સતત કરાયેલા વધારાને કારણે કિંમતો પર દબાણ પડશે, જેથી વૈશ્વિક આર્થિક ગ્રોથ ધીમો પડશે, એમ તેમણે જણાવ્યું હતું.

વળી, ચીને ઝીરો કોવિડ નીતિ ખતમ કરતાં અર્થતંત્રના દ્વાર ખોલ્યાં હતાં, જેથી વિશ્વમાં કોરોના વાઇરસના કેસોમાં વધારો થઈ રહ્યો છે, જેથી છેલ્લાં 40 વર્ષો સૌપ્રથમ વાર 2022માં ચીનનો GDP દર વૈશ્વિક ગ્રોથ જેટલો કે એનાથી પણ નીચે રહેવાની સંભાવના છે, એમ તેમણે જણાવ્યું હતું.

આ સિવાય આવનારા મહિનાઓમાં કોરોનાના કેસોમાં વધારો અર્થતંત્ર પર પ્રતિકૂળ અસર કરે એવી સંભાવના છે, જેથી અમને અપેક્ષા છે કે વૈશ્વિક અર્થતંત્રનો એક તૃતીયાંશ ભાગ મંદીમાં હશે. વળી, જે દેશ આ મંદીની ચપેટમાં નહીં આવે એ પણ મંદીનો અનુભવ કરશે.

તેમણે જણાવ્યું હતું કે ભારત વર્ષ 2023માં વિશ્વમાં પોતાની છાપ છોડશે.  ભારત આ મુશ્કેલ સમયમાં હીરાની જેમ ઝળહળશે. ભારતમાં માળખાકીય સુધારામાં આગળ છે અને ડિજિટલીકરણમાં એક અદભુત સફળતા હાંસલ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *