13 વર્ષની બાળકીને ડ્રગ્સ લેતા દર્શાવી, વેબ સિરિઝ ‘બોમ્બે બેગમ’ને બાળ આયોગની નોટિસ

ઓટીટી પ્લેટફોર્મ પર દર્શાવાતી વધુ એક વેબ સિરિઝ વિવાદમાં આવી છે.
તાંડવ વેબ સિરિઝને લઈને તાજેતરમાં વિવાદ સર્જાયો હતો અને હવે નેટ ફ્લિક્સની બોમ્બે બેગમ વેબ સિરિઝને લઈને ઉહાપોહ જોવા મળી રહ્યો છે.દેશના બાળ આયોગે આ સિરિઝના કન્ટેન્ટને લઈને નોટિસ ફટકારી છે અને 24 કલાકમાં રિપોર્ટ આપવા માટે કહ્યુ છે.
બોમ્બે બેગમ સિરિઝ 8 માર્ચે રિલિઝ થઈ હતી.બાળ આયોગે તો નેટ ફ્લિક્સને કહ્યુ છે કે, 24 કલાકમાં આ વેબ સિરિઝનુ સ્ટ્રીમિંગ બંધ કરવામાં આવે .આ નોટિસ બાળ આયોગને મળેલી ફરિયાદ બાદ આપવામાં આવી છે.ફરિયાદમાં કહેવાયુ છે કે, સિરિઝમાં 13 વર્ષની બાળકીને ડ્રગ્સ લેતા બતાવાઈ છે અને તેમાં બાળકોનુ જે રીતે ચિત્રણ કરાયુ છે તે વાધા જનક છે.
આ પહેલા એમેઝોન પ્રાઈમની વેબસિરિઝ તાંડવને લઈને હંગામો થયો હતો અને તેના પગલે તાંડવના ડાયરેક્ટર અબ્બાલ અલી ઝફરને માંફી માંગવાની ફરજ પડી હતી.
જ્યારે બોમ્બે બેગમનુ નિર્દેશન અલંકૃતા શ્રીવાસ્તવે કર્યુ છે અને તેમાં પાંચ અલગ અલગ મહિલાઓની વાત કહેવામાં આવી છે.આ સિરિઝથી અભિનેત્રી પૂજા ભટ્ટે કમબેક કર્યુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *