10 KM CYCLE RAILY : ભુજમાં “હર ઘર તિરંગા” અભિયાન અન્વયે BSF દ્વારા 10 કિમી સાયકલ રેલી યોજાઈ

10 KM CYCLE RAILY : ભુજમાં “હર ઘર તિરંગા” અભિયાન અન્વયે BSF દ્વારા 10 કિમી સાયકલ રેલી યોજાઈ

10 KM CYCLE  RAILY
10 KM CYCLE RAILY

ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ‘હર ઘર તિરંગા’ અભિયાનને પ્રોત્સાહન આપવા માટે BSFના જવાનોએ ભુજમાં સાયકલ રેલીનું આયોજન કર્યું હતું. આ રેલી BSF હેડક્વાર્ટર કોડકી રોડથી શરૂ થઈ હતી.

10 KM CYCLE RAILY
CYCLE RAILY

રેલીમાં BSFના DIG સહિત 40 જેટલા અધિકારીઓ અને જવાનોએ ભાગ લીધો હતો. સાયકલ રેલી શહેરની સોસાયટીઓમાંથી પસાર થઈ અને વાડી-ખેતરના સેઢા સુધી પહોંચી હતી. કુલ અંતર લગભગ 10 કિલોમીટર હતું.

DIG અનંતસિંઘે જણાવ્યું કે, આ અભિયાન 9 ઓગસ્ટથી 15 ઓગસ્ટ સુધી ચાલુ રહેશે. BSFના જવાનો દરેક ઘર સુધી તિરંગો પહોંચાડવા માટે કટિબદ્ધ છે. આ રેલી દ્વારા લોકોમાં દેશભક્તિની ભાવના જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *