હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર આજે અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદની શક્યતા છે. ઉલ્લેખનિય છે કે બંગાળના ઉપસાગરમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. સિસ્ટમ ગુજરાત તરફ 1 થી 2 દિવસમાં આવશે. 28, 29 અને 30 જૂલાઈએ ભારે વરસાદની શક્યતા છે. મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. ઓફશોર ટ્રફના કારણે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે.