હવાઈ મુસાફરી કરતા લોકો માટે મહત્વપૂર્ણ સમાચાર

હવાઈ મુસાફરી કરતા લોકો માટે મહત્વપૂર્ણ સમાચાર, ફ્લાઈટમાં ઈન્ટરનેટના ઉપયોગ અંગે નવો આદેશ જારી

ભારત સરકારે ફ્લાઇટ દરમિયાન ફ્લાઇટમાં ઇન્ટરનેટના ઉપયોગ માટે નવી માર્ગદર્શિકા બહાર પાડી છે. સરકારે સ્પષ્ટતા કરી છે કે જ્યારે એરક્રાફ્ટ 3,000 મીટર (લગભગ 9,843 ફીટ)ની ઉંચાઈએ પહોંચ્યું હોય અને ઈલેક્ટ્રોનિક ડિવાઈસનો ઉપયોગ કરવાની પરવાનગી હોય ત્યારે જ મુસાફરો ફ્લાઇટ દરમિયાન Wi-Fi દ્વારા ઇન્ટરનેટ સેવાઓનો ઉપયોગ કરી શકશે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે આ નિર્દેશ ભારતીય એરસ્પેસમાં કાર્યરત તમામ ફ્લાઈટ્સ પર લાગુ થાય છે.

ભારતીય એરસ્પેસમાં કાર્યરત તમામ ફ્લાઈટ્સ પર આ નિયમ લાગુ 

ફ્લાઈટ એન્ડ મેરીટાઇમ કનેક્ટિવિટી રૂલ્સ, 2018 હેઠળ, સરકારે ભારતીય એરસ્પેસમાં એરક્રાફ્ટ 3,000 મીટરની ઉંચાઈએ પહોંચ્યા પછી જ મોબાઈલ કોમ્યુનિકેશન સેવાઓ પૂરી પાડવાની મંજૂરી આપી છે. સ્થાનિક મોબાઇલ નેટવર્કમાં દખલગીરી ટાળવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. 

ફ્લાઈટ એન્ડ મેરીટાઇમ કનેક્ટિવિટી નિયમમાં સુધારો 

આ સંદર્ભમાં, નવા સૂચિત નિયમોને ફ્લાઈટ એન્ડ મેરીટાઇમ કનેક્ટિવિટી (સુધારા) નિયમો, 2024 પ્રમાણે સરકારે નવા નિયમની સૂચના આપતા કહ્યું કે, ‘પેટા-નિયમ (1) માં નિર્દિષ્ટ ભારતીય હવાઈ ક્ષેત્રમાં લઘુત્તમ ઉંચાઈને ધ્યાનમાં લીધા વિના, ફ્લાઈટમાં જયારે લેક્ટ્રોનિક ડિવાઈસનો ઉપયોગ કરવાની પરવાનગી મળે ત્યારે જ Wi-Fi દ્વારા ઈન્ટરનેટ સેવાઓ આપવામાં આવશે.

ભારતીય એરસ્પેસમાં સલામતી માટે લેવામાં આવ્યો આ નિર્ણય

સરકારે જણાવ્યું હતું કે આ ફેરફારોનો હેતુ ભારતીય એરસ્પેસમાં સલામતી અને નિયમનકારી ધોરણો જાળવવા માટે લેવામાં આવ્યો છે. આ સાથે કનેક્ટિવિટીની જરૂરિયાતને પણ બેલેન્સ કરી શકશે. તેમજ મુસાફરો ફ્લાઇટ દરમિયાન Wi-Fi સેવાઓનો ઉપયોગ કરી શકે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *