સુરતમાં ટેક્સટાઇલ મિલમાં ડ્રમ ફાટ્યા બાદ ભીષણ આગ

સુરતમાં ટેક્સટાઇલ મિલમાં ડ્રમ ફાટ્યા બાદ ભીષણ આગ
સુરતમાં ટેક્સટાઇલ મિલમાં ડ્રમ ફાટ્યા બાદ ભીષણ આગ

સુરતમાં ટેક્સટાઇલ મિલમાં ડ્રમ ફાટ્યા બાદ ભીષણ આગ:2નાં મોત, અનેક મહિલા કામદારો દાઝી, કેટલાક અંદર ફસાયાની આશંકા, રેસ્કયૂ ઓપરેશન જારી

સુરત જિલ્લાના પલસાણા વિસ્તારમાં આવેલી સંતોષ ટેક્સટાઇલ મિલમાં ડ્રમ ફાટવાની ગંભીર ઘટના સર્જાઈ છે. આ ઘટના ડાઈંગ મિલ કંપનીમાં બની હતી. ડ્રમ ફાટવાના સમયે મિલમાં અનેક કામદારો કામ કરી રહ્યા હતા. જેમાં 2ના મોત થયા છે. જ્યારે અંદર કેટલાક કામદારો સહિતના ફસાયાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે ફાયર બ્રિગેડ દ્વારા આગને કાબૂમાં લેવાની કામગીરી ચાલી રહી છે.

સુરત ડ્રમ ફાટતાની સાથે જ મિલમાં અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડ, 108 એમ્બ્યુલન્સ અને કડોદરા તેમજ પલસાણા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

સુરત સૂત્રો થી મળતી માહિતી મુજબ અકસ્માતમાં પાંચથી છ કામદારોને ઈજાઓ પહોંચી છે. ઈજાગ્રસ્ત કામદારોને સારવાર માટે નજીકની શિવમ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હજુ પણ કેટલાક કામદારો મિલમાં ફસાયેલા હોવાની આશંકા છે.

સુરત બચાવ કામગીરી હેઠળ પતરાં તોડીને ફસાયેલા કામદારોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. કેટલાક કામદારોના મોત થયા હોવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. સુરત જિલ્લા પોલીસ ઘટનાસ્થળે પહોંચીને તપાસ કરી રહી છે.

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *