શક્તિસિંહ ગોહિલનું કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું

શક્તિસિંહનું કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ પદેથી રાજીનામું:કડી-વિસાવદરની પેટાચૂંટણીમાં કારમી હાર બાદ નિર્ણય, હવે શૈલેષ પરમાર જવાબદારી નિભાવશે
કડી અને વિસાવદરની પેટાચૂંટણીના પરિણામો જાહેર થયાના 4 કલાકમાં જ શક્તિસિંહે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખપદેથી રાજીનામું આપી દીધું છે. શક્તિસિંહના સ્થાને હવે શૈલેષ પરમાર જવાબદારી નિભાવશે. જ્યાં સુધી નવા પ્રમુખના નામની જાહેરાત ના થાય ત્યાં સુધી શૈલેષ પરમાર જવાબદારી સંભાળશે.
શક્તિસિંહે જણાવ્યું કે, 30 વર્ષથી સત્તા ના હોવા છતાં અમારા કાર્યકરો મક્કમતાથી લડ્યા છે. પરિણામો નથી આવ્યા એની જવાબદારી સ્વીકારું છું અને અત્યારથી જ રાજીનામું આપી રહ્યો છું. મારું રાજીનામું રાષ્ટ્રીય અધ્યક્ષને મોકલી આપ્યું છે. જિલ્લા કક્ષાએ તમામ કાર્યકરોની વાત સાંભળી હતી. એઆઈસીસીએ તમામ સારા ઉમેદવારને સાંભળ્યા છે.