વાંકાનેર નજીક સિરામિક કારખાનામાં શોર્ટ સર્કિટથી આગ લાગતા કરોડોનું નુકસાન.

વાંકાનેર નજીક સિરામિક કારખાનામાં શોર્ટ સર્કિટથી આગ લાગતા કરોડોનું નુકસાન.

વાંકાનેર
આગ લાગતા કરોડોનું નુકસાન

વાંકાનેર નજીક વઘાસિયા ટોલનાકા પાસે આવેલા એક્વા ટોપ સેનેટરી નામના સિરામિક કારખાનામાં શોર્ટ સર્કિટથી આગ લાગતા એક્સપોર્ટ માટેનો તૈયાર માલ-શેડ બળીને ખાખ, કરોડોનું નુકસાન થયું છે. ફાયર વિભાગે આખી રાત પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લીધી હતી.

વાંકાનેર નજીક વઘાસિયા ટોલનાકા પાસે આવેલા એક્વા ટોપ સેનેટરી નામના સિરામિક કારખાનામાં ગઈકાલે મોડી રાતે શોર્ટ સર્કિટથી આગ લાગવાની ઘટના બની હતી. આ આગમાં કારખાનાના શેડમાં રાખવામાં આવેલો તૈયાર માલ તેમજ એક્સપોર્ટ માટે તૈયાર કરેલો માલ બળીને ખાખ થઈ ગયો છે.

વાંકાનેર 1
આગ લાગતા કરોડોનું નુકસાન

આગની જાણ થતાં મોરબી ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. પરંતુ આગ વિકરાળ બની જતાં રાજકોટથી પણ ફાયર બ્રિગેડની ટીમોને બોલાવવામાં આવી હતી. મોરબી અને રાજકોટના ફાયર વિભાગે રાતથી લઈને સવાર સુધી સતત પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી.

સદનસીબે આ દુર્ઘટનામાં કોઈને ઈજા કે જાનહાની થઈ નથી. જોકે સૂત્રોના જણાવ્યા અનુસાર કારખાનેદારને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. આગ કાબૂમાં આવી ત્યાં સુધીમાં કારખાનાનો શેડ અને અંદર રાખેલો તમામ માલ બળીને ખાખ થઈ ગયો હતો.

મોરબી જિલ્લામાં ચારે બાજુ ઔદ્યોગિક એકમો આવેલા છે. તેમ છતાં અહીં ફાયરના પૂરતા સાધનો નથી. આના કારણે જ્યારે આગ લાગે છે ત્યારે અન્ય જિલ્લાઓમાંથી ફાયર વિભાગની ટીમો આવે ત્યાં સુધીમાં કારખાનેદારોને પોતાની મિલકત અને માલને બળતો જોવો પડે છે. આ જ સ્થિતિ વધુ એક વખત વાંકાનેર નજીક જોવા મળી છે.

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *