રાષ્ટ્રપતિએ મોડી રાત્રે 9 રાજ્યોમાં ગવર્નરની કરી નિમણૂક

ગુજરાત અને યુપીના રાજ્યપાલ અંગે હજુ સુધી કોઈ નિર્ણય જાહેર થયો નથી.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મોડી રાત્રે અનેક રાજ્યોમાં ગવર્નરની નિમણૂક કરી છે. જો કે ગુજરાત અને યુપીના રાજ્યપાલ અંગે હજુ સુધી કોઈ નિર્ણય જાહેર થયો નથી. જ્યારે ગુજરાતના પૂર્વ IAS અધિકારી કે. કૈલાશનાથનને પુડુચેરીના LG બનાવાયા છે. આ ઉપરાંત ગુજરાતના પૂર્વ પ્રભારી ઓ. પી. માથુરને સિક્કિમના રાજ્યપાલ બનાવાયા છે.

રાષ્ટ્રપતિ ભવન દ્વારા શનિવારે રાત્રે જારી કરાયેલા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, આ નિમણૂંકો તેઓ પોતપોતાના કાર્યાલયનો ચાર્જ સંભાળે તે તારીખથી લાગુ થશે.રાજસ્થાનના ભાજપના ટોચના નેતા અને આસામના ગવર્નર ગુલાબચંદ કટારીયાને પંજાબનો હવાલો સોપાયો સાથે ચંદીગઢના એડમિનિસ્ટ્રેટર બનાવાયા છે. ઝારખંડના ગવર્નર સી. પી.રાધાકૃષ્ણ મહારાષ્ટ્રના નવા ગવર્નર બન્યા છે. સિક્કિમના ગવર્નર લક્ષ્મણ પ્રસાદ આચાર્યની આસામના ગવર્નર તરીકે નિમણૂક, મણીપુરનો વધારાનો હવાલો પણ સોપાયો છે.

નિમણૂક પામેલા ગવર્નર્સ

રાજસ્થાનના ભાજપના ટોચના નેતા અને આસામના ગવર્નર ગુલાબચંદ કટારીયાને પંજાબનો હવાલો સોપાયો સાથે ચંદીગઢના એડમિનિસ્ટ્રેટર બનાવાયા

ઝારખંડના ગવર્નર સી. પી.રાધાકૃષ્ણ મહારાષ્ટ્રના નવા ગવર્નર બન્યા

સિક્કિમના ગવર્નર લક્ષ્મણ પ્રસાદ આચાર્યની આસામના ગવર્નર તરીકે નિમણૂક,મણીપુરનો વધારાનો હવાલો પણ સોપાયો

પૂર્વ કેન્દ્રીય મંત્રી સંતોષ ગંગવારને ઝારખંડના ગવર્નરનો હવાલો સોંપાયો

શ્રી હરિભાઉ કિસનરાવ બાગડે રાજસ્થાનના રાજ્યપાલ તરીકે નિયુક્ત.

શ્રી જિષ્ણુ દેવ વર્મા તેલંગાણાના રાજ્યપાલ તરીકે નિયુક્ત.

શ્રી ઓમ પ્રકાશ માથુર સિક્કિમના રાજ્યપાલ તરીકે નિયુક્ત.

શ્રી સંતોષ કુમાર ગંગવાર ઝારખંડના રાજ્યપાલ તરીકે નિયુક્ત.

શ્રી રામેન ડેકા છત્તીસગઢના રાજ્યપાલ તરીકે નિયુક્ત.

શ્રી સી એચ વિજયશંકર મેઘાલયના રાજ્યપાલ તરીકે નિયુક્ત.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *