
રાજ્ય સરકારના વર્ગ-4ના કર્મચારીઓને દિવાળીની ભેટ:કર્મચારીઓને રૂ.7000ની મર્યાદામાં બોનસ ચૂકવાશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ-4ના કર્મચારીઓ ઉત્સાહપૂર્વક ઊજવી શકે એ માટે રૂપિયા 7000 હજારની મર્યાદામાં એડહોક બોનસ આપવાનો નિર્ણય કર્યો છે. રૂ.7000ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ-4ના અંદાજે 16,921 કર્મચારી તથા અન્ય કર્મચારીઓને લાભ મળશે. મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.
ક્યા કર્મચારીઓને આ બોનસ મળવાપાત્ર?
રાજ્ય મંત્રીમંડળ પરના મહેકમ પરના
વિધાનસભા અધ્યક્ષના
દંડકના, નાયબ દંડક અને ઉપદંડકના
પંચાયત, યુનિવર્સિટી સંલગ્ન કોલેજોના
ગ્રાન્ટ ઈન એઈડ શાળા અને કોલેજના
બોર્ડ કોર્પોરેશનમાં ફરજ બજાવતા વર્ગ-4ના કર્મચારી
ઓગસ્ટમાં એસ.ટી. કર્મચારીનું મોંઘવારી ભથ્થું 2 ટકા વધાર્યું હતું
આ પહેલાં 26 ઓગસ્ટ, 2025ના રોજ રાજ્ય સરકાર દ્વારા ગુજરાત એસ.ટી.નિગમના કર્મચારીઓને હાલ ચૂકવાતા મોંઘવારી ભથ્થામાં 2%ના વધારા સાથે હવેથી 55% મુજબ ભથ્થું ચૂકવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય થકી કુલ રૂ.30 કરોડથી વધુનો લાભ એસ.ટી. નિગમના કર્મચારીઓને મળશે. DA વધારાનો આ લાભ ગુજરાત એસટીમાં ફરજ બજાવતા 40,000 કરતાં વધુ કર્મચારીઓને મળશે.