યુરોપિયન યુનિયનની ચૂંટણીમાં મેલોનીની બમ્પર જીત
ઈટાલીના પીએમ જ્યોર્જિયા મેલોનીની પાર્ટી બ્રધર્સ ઓફ ઈટાલીને યુરોપિયન યુનિયનની ચૂંટણીમાં બમ્પર જીત મળી છે. યુનિયનના 720 સભ્યોને ચૂંટવા માટે મતદાન યોજાયું હતું. 99% મતોની ગણતરી પછી, મેલોનીની પાર્ટીને 28.81% મત મળ્યા. આ જીત પર મેલોનીએ કહ્યું, ‘EU ચૂંટણીના પરિણામો શાનદાર રહ્યા છે, જે રાજકીય રીતે ખૂબ જ મહત્વપૂર્ણ છે.’ ઉલ્લેખનીય છે કે EUમાં 27 સભ્ય દેશો છે.