મુન્દ્રામાં બસ સ્ટેશન પાસે સામાન્ય વરસાદમાં પણ ખાડાઓમાં પાણી ભરાતા અવરજવર થઈ મુશ્કેલ

મુન્દ્રામાં હંસ ટાવર નજીક બસ સ્ટેન્ડ પાસેના માર્ગો પર પડેલા ખાડાઓમાં સામાન્ય વરસાદે પાણી ભરાઈ જવાથી લોકોની અવરજવર મુશ્કેલ બની છે. દર ચોમાસામાં આ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે.
પાલિકા દ્વારા યોગ્ય કામગીરી ન થતાં લોકોમાં નારાજગી જોવા મળી રહી છે. પાલિકા દ્વારા મુન્દ્રા નગરના મહત્વના માર્ગે ફેઝ વનની કામગીરી કરવામાં આવી છે. બસ સ્ટેશન થી જૂના બંદર પોર્ટ કોલોની રોડ પર પેવર બ્લોકનું લેવલિંગ યોગ્ય રીતે ન થવાથી મોટા ખાડાઓ પડી ગયા છે.

તાજેતરમાં વોર્ડ 1માં એક કુરિયર સર્વિસ કર્મચારી ખુલ્લી ગટરમાં હોન્ડા બાઈક સાથે પડી ગયો હતો. આ ઘટના પાલિકાની ઓફિસની બાજુમાં બની હતી. મુન્દ્રા બસ સ્ટેન્ડ પાસે સવાર, બપોર અને સાંજે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે.

સામાજિક કાર્યકર અબ્દુલ મજીદના જણાવ્યા મુજબ, મુન્દ્રા-બારોઈ પાલિકા, રોડ વિભાગ અને ટ્રાફિક પોલીસ વિભાગ સમયસર યોગ્ય કાર્યવાહી કરે તો આ સમસ્યાઓનું નિરાકરણ લાવી શકાય છે.